નગરપાલિકાની પેટા ચૂંટણીના પરિણામઃ 18 નગરપાલિકાની 29 બેઠકોમાંથી 20માં ભાજપનો તો 8 બેઠકમાં કોંગ્રેસનો વિજય

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 08 Aug 2023 04:34 PM (IST)Updated: Tue, 08 Aug 2023 04:35 PM (IST)
ahmedabad-news-municipality-by-election-results-bjp-won-20-out-of-29-seats-in-18-municipalities-congress-won-8-seats

Ahmedabad News: 6 ઓગસ્ટના રોજ 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ 29 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી થયો છે.

અમદાવાદ જિલ્લાની બારેજા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, આણંદ નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસ, અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાની એક-એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.

ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકાની એક બેઠક પર કોંગ્રેસ, આમોદ નગરપાલિકાની પાંચ બેઠકમાંથી ચાર બેઠક પર ભાજપ અને એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ અને જ્યારે પાલિતાણાની પાંચ બેઠકમાંથી 2માં ભાજપ અને ત્રણ બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં તલાલા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, કચ્છ જિલ્લામાં મુન્દ્રા-બારોઇ નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, ખેડા જિલ્લામાં ઠાસરા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, મહેસાણા જિલ્લામાં ઉંઝા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકાની એક બેઠક પર ભાજપનો વિજય થયો છે.

પંચમહાલ જિલ્લામાં ગોધરા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ, પાટણ જિલ્લામાં સિદ્ધપુર નગરપાલિકાની ચાર બેઠકો પર ભાજપ, પોરબંદર જિલ્લામાં પોરબંદર-છાયા નગરપાલિકાની એક બેઠક પર ભાજપ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા નગર પાલિકાની 1 બેઠક પર ભાજપનો વિજય થયો છે.

નગરપાલિકાઓની પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તમામ મતદાતાઓનો આભાર માન્યો છે અને જણાવ્યું છેકે, યોજાયેલી પેટા ચૂટંણીઓ પૈકી કોગ્રેસ પાસે માત્ર 5 બેઠકો જ હતી. જે વધીને 9 બની છે. એક બેઠક માત્ર બે મતથી તો બીજી એક બેઠક માત્ર 4 મતથી કોંગ્રેસે ગુમાવી છે. સુરત શહેરની મહાનગર પાલિકામાં પણ એક બેઠકની ચૂંટણીમાં બધાજ મિત્રોએ સરસ મહેનત કરી અને મતોની ટકાવારી ખુબ ઊંચી આવી છે. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તથા આગેવાનોએ ખૂબજ સરસ મહેનત કરી છે તે તમામનો દિલથી આભાર માનુ છું.