Ahmedabad News: અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ દિનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. સામાન્ય બોલાાચાલીમાં પણ લોકો ઉગ્ર થઈને હત્યા કરી નાખ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.નજીવી બાબત પણ ઘણીવાર ઉગ્ર સ્વરુપ કરી લે છે. અમદાવાદનાં માધવપુરામાં પાર્કિંગ મામલે થયેલી સામાન્ય બોલાચાલીમાં યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે.
પાર્કિંગ બાબતે યુવકની હત્યા
મળતી વિગતો મુજબ, અમદાવાદ શહેરમાં ઉત્તર પ્રદેશના યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી. માધવપુરા વિસ્તારમાં યુપીના યુવક મિથિલેષ મિશ્રાને ટુ વ્હીલર પાર્કિંગ બાબતે 4 શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં થોડીવારમાં જ વિવાદે ઉગ્ર સ્વરુપ ધારણ કરી લીધું હતું. આરોપીઓ લાલીપ્રસાદ, આકાશ પટેલ, ઈન્દ્રજીત પટેલ અને આકાશ રાઉતે ગુસ્સે થઈને યુવક પર હુમલો કરી દીધો હતો.
યુવક પર હિંસક હુમલો
આરોપીઓએ યુવક પર પાઈપ, લોખંડના સળિયા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલો એટલો હિંસક હતો કે, યુવક ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જેને પગલે તાત્કાલિક પોલીસને અને એમ્બ્યુલન્સને બોલાવાઈ હતી. પરંતુ ઘટનાસ્થળે હાજર 108ના કર્મીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો.ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પંચનામુ કરીને પુરાવાઓ એકત્ર કર્યા હતા.
મૃતકના ભાઈએ હત્યાની ફરિયાદ નોંધાવી
પોલીસે યુવકના નાના ભાઈ સંદીપ મિશ્રાએ આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઉપરાંત માધવપુરા પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. યુવક છેલ્લા ઘણા વર્ષોથી માધુપુરા માર્કેટમાં મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
