Ahmedabad News: અમદાવાદ શહેરમાં આત્મહત્યાનો વણથંભી ઘટનાઓ છેલ્લા 48 કલાકમાં બની છે. ગત 48 કલાકમાં અમદાવાદ શહેરમાં 21 વર્ષથી ઓછી ઉમરના ત્રણ સહિત કુલ પાંચ આત્મહત્યાના બનાવો બન્યા છે. ગુરુવારની સવારથી શનિવારની સવાર સુધીમાં બે ટીનેજર્સ અને એક 20 વર્ષીય યુવકને આપઘાત કર્યો છે.
વાસણામાં ગુપ્તાનગર વિસ્તારમાં રહેતા 16 વર્ષીય પ્રકાશ મારુએ શુક્રવારે બપોરે જ્યારે પોતાના ઘરમાં એકલો હતો ત્યારે પંખા સાથે લટકી ગળાફાંસો ખાઇ લીધો હતો. વાસણા પોલીસે જણાવ્યું હતું કે, પ્રકાશ મારુ ધો.10માં અભ્યાસ કરતો હતો. તેણે પરીક્ષાના તણાવમાં આવીને આ પગલું ભર્યું છે કે અન્ય કોઇ કારણથી તે હાલ જાણી શકાયું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો
નારોલની હંસા પાર્ક સોસાયટીમાં રહેતી 17 વર્ષીય નિશા બઘેલે ગુરુવારે બપોરના સમયે પોતાના ઘરમાં ઝેર પી લીધું હતું. બનાવની જાણ થતાં પરિવારજનો નિશાને એલજી હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે તેનું મોત નીજ્યું હતું. બનાવ અંગે નારોલ પોલીસે જણાવ્યું છેકે, છેલ્લા બે વર્ષ થી તેણે સ્કૂલ જવાનું બંધ કરી દીધું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં રાજસ્થાનના 20 વર્ષીય યુવક રામલાલ મીણા કે જે આણંદ નગરમાં વ્રજ કોમ્પલેક્સ પાછળ ફર્કીના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હતા તેણે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં આનંદનગર પોલીસ પહોંચી હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સોલા વિસ્તારમાં રહેતા 37 વર્ષીય રામસ્વરૂપ દાસે પોતાના શાયોના એસ્ટેટ સ્થિત ઘરે શુક્રવારે રાત્રે એલવેટર એંગલ સાથે બેડશીટ બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ એંગલનો ઉપયોગ ફ્રેઇટ એલિવેટર માટે કરવામાં આવશે. આ ઉપરાંત 38 વર્ષીય ધનંજય દેસાઇએ ગુરુવારે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો. બન્ને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
