Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા 10 અધિકારીઓ ઘરભેગા, નિયમો નેવે મૂકી નિમણૂંક થયાનો આક્ષેપ

ડો. નીરજા ગુપ્તાએ કુલપતિનો ચાર્જ સંભાળ્યા બાદ હંગામી કર્મચારીઓને દૂર કરી પોતાના માનીતાઓની ગેરકાયદેસર ભરતી કરી હતી. આ કર્મચારીઓને ખોટા હોદ્દા અને પગાર આપીને યુનિવર્સિટીના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 07 Aug 2026 05:37 PM (IST)Updated: Fri, 07 Aug 2026 05:37 PM (IST)
ahmedabad-news-gujarat-university-recruitment-row-10-officials-suspended-over-pop-scandal

Gujarat University Recruitment Row: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નીરજા ગુપ્તા (Neerja Gupta) દ્વારા પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ (PoP) હેઠળ ભરતી મુદ્દે વિવાદ સર્જાયા બાદ તમામ 10 લોકોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હકીકતમાં ગુજરાત યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. આ બેઠક બાદ પૂર્વ કુલપતિ ડો. નીરજા ગુપ્તા દ્વારા નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવેલા 40 હજારથી માંડીને 5 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવતા 10 અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.


પૂર્વ કુલપતિ ડો.નીરજા ગુપ્તા પર યુનિવર્સિટીના ભંડોળના દુરુપયોગનો આક્ષેપ

આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ પૂર્વ કુલપતિ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, ડો. નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીના કુલપતિનો ચાર્જ સંભાળ્યા બાદ હંગામી કર્મચારીઓને હકાલપટ્ટી કરીને મૂકી પોતાના માનીતા અધિકારીઓની ભરતી કરી હતી. નિયમો વિરુદ્ધ ભરતી કરાયેલા કર્મચારીઓને ગેરકાયદેસર હોદ્દાઓ આપીને ખોટી રીતે પગાર ચૂકવીને યુનિવર્સિટીના ભંડોળોનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ મામલે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે ABVPના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમના નામ જોઈએ તો,

એનિમેશન કોર્ડિનેટર પાવન પંડિતઃ જેમનો પગાર 45 હજારથી વધારીને રૂ. 2.50 લાખ કરવામાં આવ્યો
ગુજસેક CEO શ્રીનિવાસ રાઉઃ જેમનો પગાર 1 લાખ રૂપિયાથી વધારીને સીધો 5 લાખ કરવામાં આવ્યો

આ સિવાય એસ્ટેટ ઑફિસર ચંદ્રશેખર ઝા (પગાર રૂ. 1.50 લાખ), ચીફ એકાઉન્ટ ઑફિસર દિનેશ શર્મા (પગાર રૂ.1.25 લાખ), ફાયર ઑફિસર પરેશ સોની (પગાર રૂ. 60 હજાર), લીગલ ઑફિસર (પગાર રૂ.40 હજાર)