Gujarat PSI Written Exam 2026: PSI કેડરની ભરતી માટેની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન, 86 હજાર ઉમેદવારો હાજર રહ્યા

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 858 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત આજે એક જ દિવસમાં બે પેપરની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 19 Apr 2026 07:50 PM (IST)Updated: Sun, 19 Apr 2026 07:50 PM (IST)
ahmedabad-news-gujarat-police-psi-written-exam-2026-over-86k-candidates-take-test-for-858-posts
HIGHLIGHTS
  • અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 371 કેન્દ્રો પર લેખિત પરીક્ષા લેવાઈ
  • OMR શીટ ટૂંક સમયમાં વેબસાઈટ પર અપલોડ થશે

Gujarat PSI Written Exam 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટે લેખિત પરીક્ષાનું સફળતાપૂર્વક આયોજન કરવા આવ્યું હતુ. આ માટે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના 371 પરીક્ષા કેન્દ્રો પર લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા બિન હથિયારી PSI, હથિયારી PSI,પ્લાટૂન કમાન્ડર અને જેલર ગ્રુપ 2ની કુલ 858 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત આજે લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં ગુજરાતભરના 86 હજાર જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો.

આજે લેવામાં આવેલી લેખિત પરીક્ષા અંતર્ગત બે પેપર લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પેપર જનરલ સ્ટડીઝ (MCQ)નું 200 ગુણનું હતુ. જ્યારે પેપર 2 ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ સ્કીલ (વર્ણનાત્મક) 100 ગુણનું હતુ.

આ માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ સાથે જ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી સમગ્ર પરીક્ષા પ્રક્રિયા નિયમબધ્ધ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

આજની પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની સ્કેન કરેલી OMR શીટ ટૂંક સમયમાં જ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર અપલોડ કરવામાં આવશે, જેથી ઉમેદવારો પોતાની વિગતો ચકાસી શકશે.