Pahalgam Attack: આતંકવાદી હુમલાને પગલે ગુજરાતના તમામ મંદિરોની સુરક્ષા વધારાઈ, દર્શનાર્થે આવતા ભક્તોનું સઘન ચેકિંગ શરૂં

દરિયા કિનારે આવેલા સોમનાથ અને દ્વારકા હાઈએલર્ટ પર. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા યાત્રાધામ અંબાજી પરિસરમાં સ્નાઈપર સ્ટેન્ડબાય કરાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 23 Apr 2025 04:53 PM (IST)Updated: Wed, 23 Apr 2025 04:53 PM (IST)
ahmedabad-news-gujarat-famous-tempels-on-alert-after-pahalgam-terror-attack
HIGHLIGHTS
  • ગુજરાતની સરહદો પર વાહનોનું સઘન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર ચાંપતી નજર

Pahalgam Attack: ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે બપોરના સમયે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને 27 જેટલા નિર્દોષ સહેલાણીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરક્ષી એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ તમામ મોટા-મોટા મંદિરો સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પહેલગામમાં ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભાવનગરના 2 અને સુરતના 1 મળીને કુલ 3 ગુજરાતી પર્યટકો પણ મોતને ભેટ્યા છે, ત્યારે રાજ્યની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ગુજરાતભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતની સરહદો પર તેમજ સંવેદનશીલ સ્થળો પણ વધારાની પોલીસ ટીમ ગોઠવીને વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શંકાસ્પદ લોકોની હિલચાલ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢ સહિતના ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો પર પોલીસની સ્પેશિયલ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને સોમનાથ અને દ્વારકા જેવા ધાર્મિક સ્થળ દરિયા કિનારે આવેલા હોવાથી, ત્યાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની નજીક આવેલો હોવાથી, શક્તિપીઠ અંબાજી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરી મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા આવતા હોય છે. એવામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે મંદિર પરિસરમાં SOGની ટીમ અને સ્નાઈપરને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.