Ahmedabad: ગાંધી આશ્રમ ટ્રસ્ટમાં નાયબ મુખ્યમંત્રીને મોટી જવાબદારી સોંપાઈ, હર્ષ સંઘવીની વાઈસ ચેરમેન તરીકે નિમણૂંક

સાબરમતી આશ્રમ રીડેવલોપમેન્ટના પ્રોજેક્ટને વેગ આપવા માટે લેવાયો નિર્ણય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 28 Jan 2026 07:13 PM (IST)Updated: Wed, 28 Jan 2026 07:13 PM (IST)
ahmedabad-news-gujarat-deputy-cm-harsh-sanghavi-appointed-vice-chairman-of-sabarmati-ashram-trust
HIGHLIGHTS
  • ગુજરાત સરકાર દ્વારા ઠરાવ બહાર પાડીને જાહેરાત કરાઈ

Ahmedabad News: ગુજરાત સરકારના દ્વારા આજે એક મહત્વના સરકારી ઠરાવ દ્વારા 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ' (MGSAMT)ના ગવર્નિંગ કાઉન્સિલમાં ઉચ્ચ સ્તરીય નિમણૂંકો કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીને સોંપાઈ મહત્વની જવાબદારી
સરકારના નવા આદેશ અનુસાર, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના (Mahatma Gandhi Sabarmati Ashram Memorial Trust) ગવર્નિંગ કાઉન્સિલમાં વાઇસ-ચેરમેન (ઉપાધ્યક્ષ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકથી આશ્રમ સાથે જોડાયેલા વિકાસ કાર્યો અને વહીવટી પ્રક્રિયામાં વેગ આવવાની શક્યતા છે.

આઈ.કે. પટેલની મેમ્બર સેક્રેટરી તરીકે વરણી
આ ઉપરાંત નિવૃત્ત IAS અધિકારી અને હાલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) આઈ.કે. પટેલને ટ્રસ્ટના ગવર્નિંગ કાઉન્સિલમાં મેમ્બર સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વહીવટી માળખામાં સુધારો
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2021ના મૂળ ઠરાવમાં સુધારો કરીને આ નવી નિમણૂંકો કરવામાં આવી છે. આ ઓર્ડર રાજ્યપાલના આદેશથી સેક્શન ઓફિસર વ્રુતાંત વસાવડા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ ફેરફારની જાણ રાજ્યપાલ સચિવાલય, મુખ્યમંત્રી કાર્યાલય અને સંબંધિત વિભાગોને કરી દેવામાં આવી છે.

સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ટ્રસ્ટની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.