ગુજરાત CAG રિપોર્ટ: ઉંદરોએ 144 કિલો ગાંજો ખાધો; નાણાકીય ગેરરીતિનો થયો પર્દાફાશ

ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા CAG રિપોર્ટમાં અનેક નાણાકીય ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 27 Mar 2026 11:01 AM (IST)Updated: Fri, 27 Mar 2026 11:01 AM (IST)
ahmedabad-news-gujarat-assembly-cag-report-35-percent-seized-drugs-missing-144-kg-drugs-eaten-rats
HIGHLIGHTS
  • CAG રિપોર્ટમાં ગુજરાત સરકારની નાણાકીય અનિયમિતતાઓનો પર્દાફાશ
  • ઉંદરો 144 કિલો ગાંજો ખાઈ ગયાોનો દાવો કરવામાં આવ્યો
  • રાજ્યનું કુલ દેવું ₹3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું.

CAG Report: ગુજરાત સરકારના આવક અને ખર્ચ અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. છેલ્લા 12 વર્ષમાં જપ્ત કરાયેલા 3,620 કિલોગ્રામ માદક પદાર્થોમાંથી 35 ટકા માદક પદાર્થ ઉંદરો ખાઈ ગયા હતા.

જેમાં આશરે 144 કિલોગ્રામ ગાંજાનો સમાવેશ થાય છે. વિધાનસભામાં બજે સત્રના અંતિમ દિવસે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારનાં વિવિધ સરકારી વિભાગોનાં ખર્ચ, હિસાબ અને સંચિત ભંડોળ અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા.

માદક દ્રવ્યોના જથ્થામાં વિસંગતતા

આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ના અધિકારીઓ અને કર્મચારીઓ જીવ જોખમમાં મૂકીને દાણચોરોની ધરપકડ કરે છે. તેમજ માદક દ્રવ્યો જપ્ત કરે છે. CAG એ છેલ્લા 12 વર્ષમાં જપ્ત કરાયેલા લગભગ 4,000 કિલોગ્રામ માદક દ્રવ્ય અને ત્યારબાદ નાશ કરાયેલા માદક દ્રવ્યોના વાસ્તવિક જથ્થા વચ્ચે નોંધપાત્ર વિસંગતતા નોંધી હતી. આ સંદર્ભમાં જ્યારે સ્પષ્ટતા માંગવામાં આવી ત્યારે ગૃહ વિભાગે CAG ને જાણ કરી કે, રાજ્ય ભરનાં વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી 35 ટકા માદક દ્રવ્ય ચોરી થઈ ગયો કે ઉંદરો ખાઈ ગયા હતા.

144 કિલોગ્રામ ગાંજો ગાયબ

એવું જાણવા મળ્યું છે કે, આશરે 144 કિલોગ્રામ ગાંજો પણ ગાયબ છે. આ માટે ઉંદરો પર આરોપ લગાવવામાં આવ્યો છે. નાણાકીય અનિયમિતતાઓ અંગે, CAG એ વર્ષ 2024-25 માટેના તેના અહેવાલમાં, સરકારના સેંકડો કરોડ રૂપિયાના ખાતાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

ભંડોળના હિસાબમાં બેદરકારી

CAG એ જણાવ્યું છે કે, સરકારના વિવિધ વિભાગોના 445 કરોડ રુપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવા જરુરી હતા. પરંતુ તે રકમ અલગ અલગ ખાતાઓમાં નાખી દેવાઈ હતી. સરકારે કામચલાઉ ખર્ચના શીર્ષક હેઠળ 555 કરોડ રૂપિયા ઉપાડી લીધા હોવાનો દાવો કર્યો હતો, છતાં તે CAG ને આ ભંડોળનો હિસાબ આપવામાં બેદરકારી દાખવી રહી છે.