Ahmedabad: પીપળજ-પીરાણા રોડ પર ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકી 40 ફૂટ ઊંડે ઉતરી, ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ શરૂ

અમદાવાદના પીપળજ-પીરાણા રોડ પર ખુલ્લી ગટરમાં એક બાળકી 40 ફૂટ ઊંડે ખાબકતા અફરાતફરી મચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા બાળકીને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 10 Oct 2026 06:42 PM (IST)Updated: Sat, 10 Oct 2026 06:42 PM (IST)
ahmedabad-news-girl-falls-into-open-drainage-pipe-on-piplaj-pirana-road-40-foot-rescue-operation-underway

Ahmedabad: શહેરના પીપળજ-પીરાણા રોડ પર ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. હાલ તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગટરમાં બાળકીની શોધખોળ ચાલી રહી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પીપળજ-પીરાણા રોડ પર આવેલા દેવ ફાર્મ તરફ જતાં રસ્તા પર આજે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ એક બાળકી પોતાના ભાઈ સાથે રમતી હતી. આ દરમિયાન અચાનક ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.

આ બાબતની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી. જ્યાં બાળકીને સહીસલામત બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળકી ગટરમાં 40 ફૂટ ઊંડે ઉતરી ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાના પગલે ખુલ્લી ગટર રાખવા બદલ સ્થાનિકોએ વહીવટી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.

આ સમાચાર હજુ અપડેટ થઈ રહ્યા છે