Ahmedabad News: અમદાવાદ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું સર્જન અભિયાનઃ વોર્ડ સમિતિ પ્રમુખોની કરાઇ નિમણૂક, જાણો કોને સોંપાઇ જવાબદારી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના વોર્ડ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા નિમણૂકોને મંજૂરી આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 07 Sep 2025 06:24 PM (IST)Updated: Sun 07 Sep 2025 06:24 PM (IST)
ahmedabad-news-congress-appoints-ward-presidents-ahead-of-amc-election-2025-26-599060

Ahmedabad News: આગામી સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણી અને વિધાનસભા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના કોંગ્રેસના માળખામાં ફેરબદલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના વોર્ડ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગઇકાલે આ નિમણૂકોને મંજૂરી આપવામાં આવી છે.

નિમણૂક પામેલા પ્રમુખોની યાદી

  • વોર્ડ-2: જીતેન્દ્રભાઈ વિષ્ણુભાઈ ઠાકોર
  • વોર્ડ-4: ચિંતનભાઈ કમલેશભાઈ મોદી (જૈન)
  • વોર્ડ-5: જીગ્નેશભાઈ નંદુભાઈ પટેલ
  • વોર્ડ-6: પ્રેમલભાઈ મયુરભાઈ ત્રિવેદી
  • વોર્ડ-7: તુષારભાઈ પટેલ
  • વોર્ડ-8: સુરેશસિંહ રોહિતસિંહ વિહોલ
  • વોર્ડ-9: મહેશભાઈ ત્રિકમલાલ વાઘેલા (હોન્ડા)
  • વોર્ડ-10: નરેન્દ્રકુમાર સવજીભાઈ પરમાર
  • વોર્ડ-12: જીગ્નેશભાઈ મોહનભાઈ દાવડા
  • વોર્ડ-13: દેવાંગભાઈ પ્રધાન
  • વોર્ડ-14: સુધાંશુ સુરેન્દ્રસિંહ કુશવાહ
  • વોર્ડ-16: રાજુભાઈ ચૌહાણ
  • વોર્ડ-17: સઈદ અહમદ ગીસુભાઈ શેખ
  • વોર્ડ-18: જગદીશભાઈ હેમાજી ખટીક
  • વોર્ડ-19: જીતેન્દ્રભાઈ ત્રિકમલાલ શર્મા
  • વોર્ડ- 20: રાકેશભાઈ જોશી,
  • વોર્ડ- 22: દેવેન્દ્રભાઈ પી. સોનારા
  • વોર્ડ- 23: મુકેશભાઈ પરસોતમભાઈ તાવેથીયા (પટેલ)
  • વોર્ડ- 24: અશ્વિનભાઈ ડી. ઝાલાવાડિયા
  • વોર્ડ- 25: જયેન્દ્રસિંહ હનુભા ઝાલા
  • વોર્ડ- 28: ઘનશ્યામભાઈ આર. શર્મા
  • વોર્ડ- 29: કૈયુમઅલી અહમદભાઈ કુરેશી
  • વોર્ડ- 30: રગીનભાઈ બેન્કર
  • વોર્ડ- 31: શક્તિસિંહ કિશોરસિંહ ઝાલા
  • વોર્ડ- 32: વિપુલભાઈ ત્રિવેદી
  • વોર્ડ- 36: મોહંમદ ઇમરાન જહીરૂદ્દીન મકરાણી
  • વોર્ડ- 37: તુષારભાઈ એન. સુતરીયા
  • વોર્ડ- 39: રાજભાઈ કાનજીભાઈ દેસાઈ (બાબાસના)
  • વોર્ડ- 40: જનાર્દનભાઈ રાવલ
  • વોર્ડ- 41: હરેશભાઈ ખુશાલભાઈ પટેલ
  • વોર્ડ- 42: રાજેન્દ્રકુમાર રમણલાલ સેન્ગલ
  • વોર્ડ- 43: અનિલભાઈ રામનીવાજ વર્મા
  • વોર્ડ- 45: જપન દેવાંગકુમાર ભટ્ટ
  • વોર્ડ- 46: ઘનશ્યામસિંહ પરમાર
  • વોર્ડ- 47: જયશ્રીબેન નરેન્દ્રસિંહ ઠાકોર
  • વોર્ડ- 48: ધીરુભાઈ ભરવાડ