Ahmedabad: અમદાવાદના આંગણે નિકોલ સ્થિત ખોડલધામ ગ્રાઉન્ડમાં 4 જાન્યુઆરી સુધી શ્રી હનુમાન ચાલીયા યુવાકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દરરોજ હજારો ભક્તોને કથાનું રસપાન કરાવી રહ્યાં છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હનુમાન ચાલીસા યુવા કથામાં હાજરી આપી હતી.
આજે ગુજરાતના મુખ્યમંત્રી નિકોલમાં ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવાકથામાં પધાર્યા, ત્યારે એલચીનો હાર પહેરાવીને તેમજ દાદાની મૂર્તિ આપીને તેમનું સમ્માન કરવામાં આવ્યું હતુ. જે બાદ શુકદેવ સ્વામી- ગોકુલધામ નારા ગુરુકુળ દ્વારા સ્વાગત તેમજ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મુખ્યમંત્રીએ હરીપ્રકાશ સ્વામીના આશીર્વાદ મેળવી રાજીપો વ્યક્ત કર્યો હતો.
સાધુનું શું કામ છે? હરિપ્રકાશ સ્વામીએ સમજાવ્યું
આજની કથામાં વક્તા હરિપ્રકાશ સ્વામીએ ચકીનું ઉદાહણ આપી સમજાવ્યું કે, સાધુનું કામ શું છે? જ્યારે ઘરની બારીમાંથી અંદર આવેલી ચકી બહાર નીકળવાનો રસ્તો ભૂલી જાય એટલે દિવાલ સાથે અથડાય, કાચમાં અથડાય, બારણે અથડાય, છતે ભટકાય. એ બહાર નીકળવા માટે આમતેમ ફાંફા મારે છતાં બહાર નીકળી શકે નહી. જો એ સમયે કોઈ તેને બહાર નીકળવાનો રસ્તો બતાવે. એટલે તે ઉડીને બહાર જતી રહે છે.
સાધુનું આટલું જ કામ છે. આ જગતરૂપી ઘરમાં હું અને તમે આવી ગયા છીએ. આપણે ભટકીએ છીએ અથડાઈએ છીએ, દુ:ખી થઈએ છીએ હતાશ થઈએ છીએ, સાધુ એટલું જ કામ કરે છે કે. ભાઈ આ ભગવાન રૂપી દરવાજો છે. અહીંથી બહાર નીકળી જા મુક્ત થઈ જઈશ.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
