Ahmedabad News: અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીનાં શંકાસ્પદ મોતને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. બાળકીના પિતા અને માતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘરની તપાસમાં ડાયરી મળી આવી
દંપતીના ઘરની તપાસ કરતા પોલીસને એક ડાયરી મળી છે.જેમાં માતા ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનું જણાયુ છે. તેમજ શિવ મંદિરની બાધા રાખી હતી. જ્યારે ચોંકાવનારા ખુલાસામાં જાણવા મળ્યું છે કે, તેને એક મિશ્રી નામની દિકરી હતી અને બીજી પણ પુત્રીનો જન્મ થયો એ પહેલાની ડાયરી છે.
પૂછપરછમાં પિતાનું બીપી હાઇ થાય છે.
પોલીસ જ્યારે બાળકીના પિતાને પૂછપરછ કરે તો તેનું બીપી હાઈ થઈ જાય છે.ત્યારે સૂત્રો પાસેથી જાણ્યા મુજબ પોલીસને પરિવાર પર જ શંકા છે.તેમજ વર્ષ 2024માં વિમલ પ્રજાપતિ મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો.
પોલીસે તપાસ તેજ કરી
બાળકીઓના મોતને પગલે ચાંદખેડા PI જયેશ મકવાણા મુજબ,માતા-પિતાના બ્લડ સેમ્પલ કેડી હોસ્પિટલમાંથી લઈ NFSUમાં મોકલાયા હતા.જ બાદ લોહીમાંથી ઝીંક અને એલ્યુમિનિયમ ફોસ્ફેટની માત્રા મળી આવી હતી.કયા કારણોસર માત્રા વધારે છે તે બાબતે તબીબના અભિપ્રાય મુજબ તપાસ આગળ વધારાશે.
પરિવારજનોની કરાઈ પૂછપરછ
ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદનોથી જાણવા મળ્યું છે કે, ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ઘરમાં કોઈ સમસ્યાને લઈને આ પગલું ભરવામા આવેલ છે કે ખીરાથી અસર થઈ છે, બન્ને એંગલથી તપાસ ચાલી રહી છે.પરિજનોમાં બાળકીઓના દાદા-દાદી અને તેમના વેવાઈ તમામની પૂછપરછ હાલ ચાલુ છે. એફએસએલના રિપોર્ટ બાદ બાળકીના મોતનું રહસ્ય ખુલશે.
