Ahmedabad: કાંકરિયા સ્થિત એક્કા એરિના ક્લબમાં આયોજિત ફિલ્મફેર એવોર્ડના કાર્યક્રમને લઈને બૉલિવૂડના ખિલાડીકુમાર તરીકે ઓળખાતા અભિનેતા અક્ષયકુમાર ગુજરાતના મહેમાન બન્યા છે, ત્યારે આજે તેઓ રાજ્યના ગૃહમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી સાથે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પલેક્સની મુલાકાત લીધી હતી.
આ મામલે હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો સાથે પોસ્ટ મૂકી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે બૉલિવૂડના ખિલાડીની સ્પોર્સ્ટ ખેલાડીઓ સાથે મુલાકાત થઈ. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ભારતના રમતગમતના ભવિષ્યને સશક્ત બનાવતા વિશ્વ-સ્તરીય રમતગમત માળખાને જોઈને અક્ષયકુમાર અભિભૂત થયો છે.
આ પણ વાંચો
હાલમાં અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. આજે ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ઉપસ્થિત રહેલા બૉલિવૂડ અભિનેતા અક્ષયકુમારે વૉટર પોલો મેચનો આનંદ માણ્યો હતો. આ સમયે એશિયા એક્વેટિક્સના વાઈસ ચેરમેન વિરેન્દ્ર નાણાવટી અને સ્વિમિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી મોનલ ચોક્સી દ્વારા અક્ષયકુમારનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આયોજિત 'મેરા દેશ પહલે'માં અક્ષયકુમારનું પરફોમન્સ
નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.
નરેન્દ્ર મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાન તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.
વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.
‘મેરા દેશ પહલે’ - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે
