Ahmedabad: વિસાવદરમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં AAPની લહેર, ભાજપ-કોંગ્રેસના સેંકડો સક્રિય આગેવાનો અને કાર્યકર્તાઓએ ઝાડુ પકડ્યું

2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. AAPના સૈનિકો ગુજરાતને ભાજપના ભરડામાંથી છોડાવશે: ઈસુદાન ગઢવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Jul 2025 08:49 PM (IST)Updated: Fri, 18 Jul 2025 08:49 PM (IST)
ahmedabad-news-bjp-and-congress-workers-and-leader-join-aap-after-gopal-italia-win-visavadar-seat
HIGHLIGHTS
  • AAPના ગુજરાત જોડો અભિયાને જોર પકડ્યું
  • પટેલ, પ્રજાપતિ, આહિર, કોળી સહિત વિવિધ સમાજના આગેવાનો આપમાં જોડાયા
  • વિસાવદરની જનતાએ સાબિત કર્યું ભાજપને હરાવી શકાય છે: ઈસુદાન

Ahmedabad: હાલ આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ જોરશોર સાથે ચાલી રહ્યું છે અને દરરોજ 10 થી 15 હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ સાથે ભાજપ અને કોંગ્રેસના ઈમાનદાર નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે પણ ભાજપ-કોંગ્રેસના તથા અલગ અલગ સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ દરમિયાન પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, જ્યારથી આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી જીતી છે ત્યારથી સમગ્ર ગુજરાતના લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે પહેલા લોકોને વિશ્વાસ ન હતો કે ભાજપને ક્યારેય હરાવી શકાય છે.

જો કે વિસાવદરની જનતાએ અને આમ આદમી પાર્ટીના સૈનિકોએ સાબિત કરી દીધું કે, ભાજપને હરાવી શકાય એમ છે અને ભાજપને ફક્ત આમ આદમી પાર્ટી જ હરાવી શકે છે. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ જાતિ-ધર્મ અને સંપ્રદાયના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું આ તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવકારું છું.

naidunia_image

આજ રોજ મહેસાણા જિલ્લા ટીમના આગેવાન અને લોકસભા ઇન્ચાર્જ ભરત પટેલ બોદલી, ગુજરાત મહિલા ઉપપ્રમુખ યાસ્મીનબેન પઠાણ દ્વારા મહેસાણા ભાજપ સક્રિય સભ્ય ટિકિટ દાવેદાર અને અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ વૈભવભાઈ ચાવડા સાથે વિશાલ મકવાણા, ચેતક મકવાણા, અપીલ રાવત, અરવિંદભાઈ, નીતાબેન શ્રીમાળી, વિશાલ પરમાર, અપ્પુભાઈ રાણા, દર્શન મકવાણા સાથે અન્ય 100-150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

naidunia_image

આ સાથે આજે બહેરામપુરા વિસ્તારમાંથી કોંગ્રેસના મહિલા આગેવાન પ્રભાબેન પણ 100થી વધારે મહિલાઓ તથા આગેવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિરાટનગરમાંથી પણ પ્રજાપતિ સમાજ, મોચી સમાજ, દરજી સમાજ, સહિત યુવાનોની ટીમ એમ થઈને કુલ 100થી વધારે પણ લોકો અને આગેવાનો વિપુલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલની અને આમ આદમી પાર્ટીની વિચારધારા અને કામની રાજનીતિથી લોકો ખૂબ જ પ્રેરાઈ રહ્યા છે, હું આ તમામ લોકોનો સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે, આવનારી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ સૈનિકો ગુજરાતને ભાજપના ભરડામાંથી છોડાવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવશે.

naidunia_image

કેશોદ ખાતે કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગર AAPમાં જોડાયા
આજે કેશોદ ખાતે આમ આદમી પાર્ટી માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની આગેવાની અને આમ આદમી પાર્ટીના ફ્રંટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની ઉપસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ભાજપના ત્રણ વખત નગરપાલિકા પ્રમુખ રહી ચૂકેલા MD પાઘડારના પુત્ર પંકજ પાઘડાર ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમ જ, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન તાલુકા પંચાયતના બે સદસ્યો નિલેશભાઈ અઘેરાં અને વાલભાઈ ગઢવી પણ પાર્ટી છોડીને ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામના હસ્તે ખેસ ધારણ કરીને AAPમાં સામેલ થયા છે. સાથે સાથે કોંગ્રેસ તરફથી જિલ્લામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહેલા જિલ્લા ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગર પણ આજે AAPમાં જોડાયા છે.

આ સાથે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મનીષભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ ઘોડાસરા, કેશોદ શહેર ઉપપ્રમુખ રાકેશભાઈ વણપરીયા, જુનાગઢ કોળી સમાજ મહામંત્રી ઘનશ્યામ લીંબડીયા, ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ માકડીયા, એકલરો ગામના પૂર્વ સરપંચ રામભાઈ સિસોદિયા, કોળી સમાજના આગેવાન અને પૂર્વ સરપંચ નિલેશભાઈ માલમ, 25 વર્ષથી ઉપસરપંચ ભુપતભાઈ બાબરીયા, પટેલ સમાજના આગેવાન અને ઉપસરપંચ પરેશભાઈ ભૂત, ચાંદીગઢના ઉપસરપંચ કાનાભાઈ નાગસ, જામનગરના એક્સ આર્મી સદસ્ય અને અખોદર ગામના પૂર્વ સરપંચ ભીખનભાઈ ભંડા, પૂર્વ સરપંચ રામસીભાઈ મારુ, શેરગઢના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ હિરપરા, પૂર્વ સરપંચ જયંતીભાઈ મકવાણા, માંધાતા ગ્રુપના જૂનાગઢના મંત્રી પરેશભાઈ વાડીયા, કડવા પટેલ સમાજના આગેવાન હરિભાઈ દેલવાડીયા, લઘુમતી સમાજના આગેવાન મુંનાકભાઈ જુનેજા, આહીર સમાજના આગેવાન હરદાસભાઇ રાવલિયા, લેવા પટેલ સમાજના આગેવાન વિનુભાઈ પાંચાણી, કોળી સમાજના પ્રમુખ અરજણભાઈ પરમાર, એડવોકેટ સંદીપભાઈ ડાકા, એડવોકેટ મિત્તલ વાઢીયા, માણેકવાડાના આગેવાન વિક્રમભાઈ કોઠીવાડ, ભંડોરી ગ્રામ પંચાયતના સદસ્યા અને આગેવાન રાજાભાઈ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને અલગ અલગ પાર્ટીઓના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ આગેવાનો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી જે ગતિએ આગળ વધી રહી છે તેનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઇતિહાસ લખશે.