Ahmedabad News: બોપલના આંગણે યોજાશે કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો પણ યોજાશે

Bhagwat Katha In Ahmedabad: અમદાવાદના બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા તારીખ 21થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

By: Jagran GujaratiPublish Date: Mon, 08 Dec 2025 03:18 PM (IST)Updated: Mon, 08 Dec 2025 03:18 PM (IST)
ahmedabad-news-bhagwat-katha-and-folk-drama-by-mayabhai-ahir-and-kirtidan-gadhvi-at-bopal

Bhagwat Katha In Ahmedabad: અમદાવાદના બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા તારીખ 21થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાશે. આ કથામાં સાંજે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું પણ આયોજન કરાયું છેજેમાં માયાભાઈ આહીર, ભગવતી ગોસ્વામી, કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતા કલાકારો આવશે. આવો આ શ્રીમદ ભાગવત કથાના સંપૂર્ણ કાર્યક્રમ પર નજર કરીએ.

કથાના યજમાન કોણ છે?

બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથાના યજમાન કાંતાબેન ભગુભાઈ પટેલ, ભગુભાઈ માણેકલાલ પટેલ, મેના-માણેક પરિવાર- બોપલ, વનમાળીદાસ પરિવાર-બોપલ છે.

કથા ક્યાં અને ક્યારે યોજાશે

બોપલમાં કનકેશ્વરી દેવીજીની શ્રીમદ ભાગવત કથા તારીખ 21થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાશે. કથાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધી રહેશે. આ કથા શુક્તાલ તીર્થ, એસપી રીંગ રોડ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરથી બોપલ તરફ, સ્ટર્લિંગ સિટી ક્લબની બાજુમાં, બોપલમાં યોજાશે.

કથાના કાર્યક્રમની રૂપરેખા

  • 20 ડિસેમ્બરના રોજ બપોરે 3 વગ્યાથી આનંદનો ગરબો છે. રાત્રે 8 વાગ્યાથી બી.કે.એમ. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ છે.
  • 21 ડિસેમ્બરના રોજ પોથીયાત્રા બપોરે 1 વાગ્યે નિકળશે. કથા પ્રારંભ 3 વાગ્યાથી થશે.
  • 22 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે સંતવાણી કાર્યક્રમ. જેમા નિરંજન પંડયા, સાધ્વી જયશ્રી માતાજી, ગોપાલ બારોટ જોડાશે.
  • 23 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે ધવનકુમાર શાસ્ત્રીજીના મુખે સુંદરકાંડના પાઠ.
  • 24 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે દમયંતી બરડાઈ, લાલાભાઈ ભરવાડ, દક્ષા પરમાર રાસ-ગરબાની રમઝટ બોલાવશે.
  • 25 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય ડાયરો યોજાશે. જેમા માયાભાઈ આહિર, બગવતી ગોસ્વામી આવશે.
  • 27 ડિસેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યે ભવ્ય લોક ડાયરો. જેમા કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી આવશે.