Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત 7 અને 8 જાન્યુઆરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં દબાણો દૂર કરવામાં આવ્યા.
આ અંતર્ગત છેલ્લા બે દિવસમાં જ એએમસી દ્વારા રૂ.2,24,200 નો દંડ વસૂલાયો હતો. આ કામગીરી દરમિયાન 193 લારી-ગલ્લા, 40 દૂર કરાયેલા શેડ, 278 તાડપત્રી, 1382 દૂર કરાયેલ અન્ય પરચૂરણ માલ સામાનની સંખ્યા, 504 જાહેર રસ્તા પર જાહેરાતનાં બોર્ડ, 378 લોક કરેલા વાહનો, 26 ગેરકાયદેસાર પાર્ક થયેલ વાહનોને ટોઇંગ કરેલ વાહનો, 424 દંડ કરેલા વાહનો અને રસ્તા પરથી દૂર કરેલા કુલ 15 પાકા બાંધકામનો સમાવેશ થાય છે.
આ કામગીરી અંતર્ગત પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, રેલ્વે લાઇન સુધીનો જાહેર રસ્તો, સરદાર પટેલ સ્ટેચ્યુ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા, શાસ્ત્રીનગર વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી થઇ હતી.
તેમજ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ થઈ ગુજરાત હાઈકોટ કોમ્પ્લેક્સ સુધીનો રસ્તો તેમજ રન્નાપાર્કથી પ્રભાત ચોક સુધી, જજીસ બંગલો રોડ પકવાન ચાર રસ્તાથી માનસી સર્કલ થઈ કેશવબાગ સુધીનો રોડ, ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા થઇ થલતેજ ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તાથી વૈષ્ણોદેવી સર્કલ સુધી ઉત્તર પશ્ચિમ ઝોનના ઉપરોક્ત રૂટ સિવાયના અન્ય વિસ્તારોમાં કામગીરી થઇ હતી.
જે બાદ દક્ષિણ પશ્ચિમ ઝોન કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તાથી સર્કલ પી., પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીનો એસ.જી. હાઈવે, પી.આઈ.એલ. અંતર્ગત અન્ય કામગીરી કરેલી છે. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર સોસાયટી, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, મેટ્રો, સદગુરુ ગાર્ડનથી નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ થી બાસલોના સર્કલ, ઠક્કરબાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા પર દબાણો દૂર કરાયા હતા.
આ ઉપરાંત મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, સારંગપુર, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ફુટ માર્કેટ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર મેટ્રો સ્ટેશન, ગાંધી બ્રિજથી AMC ઓફિસ, તેમજ માણેકચોક થી ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ત્યારબાદ AMC ઓફિસથી ભદ્ર પરિસર સ્ટેન્ડબાય.
