Ahmedabad: ચોમાસા દરમિયાન ઝડપી પ્રતિસાદ માટે AMC ફાયર વિભાગ સજ્જ, તમામ ઝોનમાં ફાયર સ્ટેશન અને રેસ્ક્યૂ ટીમ તૈયાર તરાઈ

ભારે વરસાદ, પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 14 May 2026 10:10 PM (IST)Updated: Thu, 14 May 2026 10:10 PM (IST)
ahmedabad-news-amc-fire-department-equipped-for-quick-response-during-monsoon
HIGHLIGHTS
  • સંભવિત વરસાદી આપત્તિને પહોંચી વળવા ફાયર વિભાગ તૈયાર
  • શહેરભરમાં રેસ્ક્યૂ બોટ અને ઇમરજન્સી ટીમોની વ્યવસ્થા

Ahmedabad: અમદાવાદ શહેરમાં આગામી ચોમાસાની સિઝન દરમિયાન કોઈપણ પ્રકારની વરસાદી આપત્તિ અને ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી કામગીરી થઈ શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

શહેરના તમામ ઝોનમાં ફાયર સ્ટેશન, ફાયર ટેન્ડર, રેસ્ક્યૂ બોટ તેમજ ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોને તૈયાર કરી દેવામાં આવી છે, જેથી ભારે વરસાદ દરમિયાન નાગરિકોને તાત્કાલિક મદદ મળી શકે.

વિભાગીય વિગતો મુજબ, પશ્ચિમ ઝોનમાં 3 ફાયર સ્ટેશન, 9 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ અને 2 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ તૈનાત રાખવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 ફાયર સ્ટેશન, 7 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ, 1 મલ્ટી પર્પઝ રેસ્ક્યૂ વ્હીકલ તેમજ 1 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ ઉપલબ્ધ રાખવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2 ફાયર સ્ટેશન, 9 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ અને 2 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ કાર્યરત રાખવામાં આવ્યા છે.

દક્ષિણ ઝોનમાં 3 ફાયર સ્ટેશન, 12 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ અને 2 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ તૈયાર રાખવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ ઝોનમાં 3 ફાયર સ્ટેશન, 6 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ અને 1 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ ઉપલબ્ધ છે.

ઉત્તર ઝોનમાં 2 ફાયર સ્ટેશન, 5 ફાયર ટેન્કર, 1 રેસ્ક્યૂ બોટ અને 1 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ કાર્યરત છે. મધ્ય ઝોનમાં 4 ફાયર સ્ટેશન, 7 ફાયર ટેન્ડર, 1 રેસ્ક્યૂ બોટ, 1 મલ્ટી પર્પઝ રેસ્ક્યૂ વ્હીકલ અને 2 ઇમરજન્સી રેસ્ક્યૂ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે.

ચોમાસા દરમિયાન વરસાદી પરિસ્થિતિમાં કોઈપણ ઇમરજન્સી સર્જાય તો નાગરિકોને ઝડપથી સહાય મળી રહે તે માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા પણ કાર્યરત રાખવામાં આવી છે. આગ લાગવાની ઘટના અથવા અન્ય આપત્તિ માટે 101 નંબરની ફાયર સર્વિસની સુવિધા પાલડી સ્થિત સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવી છે.

આ ઉપરાંત 101 નંબર માટે BSNLની 5 ટેલિફોન લાઈનો મુખ્ય કંટ્રોલ રૂમમાં કાર્યરત રાખવામાં આવી છે. પાલડી સ્થિત ફાયર કંટ્રોલ રૂમ ખાતે એક્સચેન્જ તથા શબવાહિની સુવિધા માટે પણ BSNLની વધારાની 5 ટેલિફોન લાઈનો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારે વરસાદ, પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય કુદરતી આપત્તિ જેવી પરિસ્થિતિમાં ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ ઝોનમાં ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે તેમજ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન શહેરમાં નાગરિક સુરક્ષા વધુ મજબૂત બની રહે.