Ahmedabad: ગુજરાતી ફિલ્મ‘મારા પપ્પા સુપરહીરો’ સાથે AICFFનું સમાપન, 'પ્રવાસ' માટે વિશાલ ઠક્કરને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 11 Dec 2023 06:40 PM (IST)Updated: Mon, 11 Dec 2023 06:41 PM (IST)
ahmedabad-news-aicff-concludes-with-gujarati-film-mara-pappa-superhero

Ahmedabad: અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF)ની 5મી આવૃત્તિ આ વર્ષે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે 8,9 અને 10 ડિસેમ્બર 2023ના રોજ યોજાઈ હતી. અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનો મૂળ હેતુ વિશ્વભરના બાળકો અને યુવાનોની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંસ્કૃતિને સશક્ત બનાવવાનો છે. AICFF દરેક યુવાનોને તેમની વાર્તા કહેવા માટે એક મંચ પૂરું પાડે છે.

AICFFએ એવું પ્લેટફોર્મ છે, જ્યાં વિશ્વભરમાંથી બાળકો અને યુવાનોને સંબંધિત કન્ટેન્ટને રજુ કરવામાં છે. 2019, 2020, 2021 અને 2022 માં AICFFને વિશ્વભરમાંથી લગભગ 500 થી વધુ ફિલ્મો મળી. આ વર્ષે ફેસ્ટિવલમાં ઈરાન, ઈટલી, ભારત, તુર્કી, ચીન, ક્રોએશિયા, યુનાઈટેડ સ્ટેટ્સ, રશિયન ફેડરેશન, યુનાઈટેડ કિંગડમ, યુક્રેન, તાઈવાન, સ્વિત્ઝર્લેન્ડ, સિંગાપોર, નોર્વે, નેપાળ, જાપાન, આયર્લેન્ડ, જર્મની, ચેક રિપબ્લિક, કેનેડા, કોલંબિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોરિયા અને ઓસ્ટ્રેલિયા સહિત 24 દેશોમાંથી 90 થી વધુ ફિલ્મો પ્રાપ્ત થઈ.

naidunia_image

ફેસ્ટિવલની શરૂઆત પર્શિયન ભાષાની ફિલ્મ 'બાલિટ' થી કરવામાં આવી હતી અને આ ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ અભિનેતા પવન મલ્હોત્રા ફેસ્ટિવલના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, તેમજ જાપાની ફિલ્મ નિર્દેશક ફૂમી નિશિકાવા ત્રણ દિવસના ફેસ્ટિવલ માટે જાપાનથી આવ્યા હતા. બીજા દિવસે વિવિધ દેશોની ફિલ્મને દર્શાવવામાં આવી હતી આ સાથે ફિલ્મ નિર્માતા પંકજ રોય, ફિલ્મ વિવેચક દીપક દુઆ અને ફેસ્ટિવલ ડાયરેક્ટર મનીષ સૈની સાથે માસ્ટર ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

ફેસ્ટિવલનું સમાપન ગુજરાતી ભાષાની ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ સાથે થયું હતું. સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની આખી ટીમ હાજર હતી અને દર્શકોએ ફિલ્મને જબરજસ્ત પ્રતિસાદ આપ્યો હતો. સમાપન સમારોહ અને એવોર્ડ નાઈટમાં માસ્ટર મંજુનાથ (માલગુડી ડેઝ) એ હાજરી આપી હતી, જેઓએ ફેસ્ટિવલ વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યો, "અમદાવાદમાં AICFFનું જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું તેની હું ખરેખર પ્રશંસા કરું છું, હું ઈચ્છું છું કે આ પ્રકારનો ફેસ્ટિવલ આખા ભારતમાં થવો જોઈએ. તમામ વાલીઓ, બાળકો અને શાળાએ તેમાં ભાગ લેવો જોઈએ કેમ કે આ ફેસ્ટિવલ તદ્દન ફ્રી છે. મારા માટે આ સન્માનની વાત છે કે મને કલોઝિંગ ડે પર પ્રેક્ષકોના જબરજસ્ત પ્રતિસાદ વચ્ચે ફેસ્ટિવલનો ભાગ બનવાની તક મળી." આ ઉપરાંત શિલાદિત્ય બોરા, અભિષેક જૈન, અજિતપાલ સિંહ અને વિશેષ અગ્રવાલ પણ સમાપન સમારોહમાં હાજર રહ્યા હતા. આ સાથે ફેસ્ટિવલમાં ભાગ લેનારી ફિલ્મોમાંથી બેસ્ટ ટેલેન્ટને સન્માનિત કરવા એવોર્ડની રજુઆત પણ કરવામાં આવી હતી.

naidunia_image

આ ત્રણ દિવસો દરમિયાન અમે વિશ્વભરના વિવિધ દેશોમાંથી 27 ફિલ્મો પ્રદર્શિત કરી હતી અને 7,000 થી વધુ લોકોએ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ વર્ષે સિનેમેટિક પોલિસીના ભાગરૂપે, ગુજરાત ટુરીઝમ અમારી આ પહેલને પ્રોત્સાહન અને સમર્થન આપવા અમારી સાથે જોડાયું છે. સંપૂર્ણ ફેસ્ટિવલ દરમિયાન અમને સહયોગ આપવા બદલ અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન - AMA ના પણ આભારી છીએ.

આ વર્ષના એવોર્ડ વિજેતાઓ

Sr. no. Award category Winner Feature Film Country
1 Best Film Balit Balit Iran, Islamic Republic of
2 Best Director Morteza Rahimi Balit Iran, Islamic Republic of
3 Best Actor Huda Moghadammanesh Life & Life Iran, Islamic Republic of
4 Best Child Actor (1) Vishal Thakkar Pravas India
5 Best Child Actor (2) Bhavya Sirohi Mara Pappa Superhero India
6 Best Story Haizhou Wang A Summer without Fireflies China
7 Best background score Nipun Cheema, Sutej Singh Bus No. 7 India
         
Sr. no. Award category Winner Short Film Country
8 Best Short Film Shadow Shadow Ireland
9 Best Director Short Film Fumie Nishikawa Jomon Japan
         
Sr. no. Award category Winner Documentary Film Country
10 Best Documentary Film My Life: Child of the Wild My Life: Child of the Wild Peru
11 Best Director Documentary Film Almudena Garcia-Parrado My Life: Child of the Wild Peru
         
Sr. no. Award category Winner Animation Film Country
12 Best Animation Film (1) Happy birthday to me Happy birthday to me Korea, Republic of
13 Best Animation Film (2) Stars in the rain Stars in the rain Iran, Islamic Republic of
         
Sr. no. Award category Winner Student Film Country
14 Best Student Film (1) Qi Qi China
15 Best Student Film (2) Tasveer Tasveer India
         
Sr. no. Award category Winner Film Country
16 Golden Kite Award Chidiakhana Chidiakhana (Feature) India
17 Silver Kite Award For the Sake of Ava For the Sake of Ava Iran, Islamic Republic of
18 Bronze Kite Award The Old Young Crow The Old Young Crow (Short) Japan

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.