Ahmedabad News: અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ ઝોન આરોગ્ય વિભાગ દ્વારા પાણીના જગ અને કેરબા મારફતે પીવાના પાણી સપ્લાય કરનારાઓ સામે તવાઇ બોલાવી છે. 13 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીવાના પાણીના વેચાણનો ધંધો કરતા યુનિટોના કેમિકલ-બેક્ટેરીયોલોજીકલ તપાસણી માટે સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આવા 57 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મણીનગરમાં બે, બહેરામપુરામાં 6, દાણીલીમડામાં 5, ઇન્દ્રપુરીમાં 4, વટવામાં 12, ઇસનપુરમાં 5, લાંભામાં 19 અને ખોખરામાં 4 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સેમ્પલો પૈકી અનફીટ સેમ્પલ આવતા 9 યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા. જેમાં બેક્ટેરીયોલોજીકલ અનફીટ હોવાથી ઇન્દ્રપુરી વોર્ડના નેચરલ વોટર સપ્લાયર્સ, ચિરાગ એસ્ટેટ, સુરેલીયાને સીલ મારવામાં આવ્યું છે. જ્યારે પીએચની માત્રા નિયત ધોરણ કરતા ઓછી હોવાથી લાંભા વોર્ડમાં બ્લુ બેવરેઝીસ વોટર ડિસ્ટ્રીબ્યુશન, શ્રી ધર એન્ટરપ્રાઇઝ, જયશ્રી ઓમ વોટર સપ્લાયર્સ, દેવ વોટર સપ્લાયર્સ, પ્રાંજલ વોટર સપ્લાયર્સ, એકવા ગંગા વોટર સપ્લાયર્સ, બાણગંગા વોટર સપ્લાયર્સ અને જય ગોગા વોટર સપ્લાયર્સને સીલ મારવામાં આવ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
