Ahmedabad: નાસિક જતી ઈન્ડિગો ફ્લાઈટ છેલ્લી ઘડીએ રદ, એરપોર્ટ પર રોષે ભરાયેલા મુસાફરો અને એરલાઈન સ્ટાફ વચ્ચે તુતુ-મેમે

અમદાવાદથી નાસિક જતી ઈન્ડિગો ફ્લાઈટ છેલ્લી ઘડીએ રદ થતાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા. રોષે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો અને DGCAની દખલ તથા વળતરની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 07:40 PM (IST)Updated: Thu, 12 Nov 2026 07:40 PM (IST)
ahmedabad-nashik-indigo-flight-cancelled-before-takeoff-angry-passengers-clash-with-airlines-staff

Ahmedabad: અમદાવાદથી નાસિક જતી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટ છેક છેલ્લી ઘડીએ કેન્સલ થઈ જતાં એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતા. જેથી રોષે ભરાયેલા મુસાફરો દ્વારા એરપોર્ટ પર હોબાળો મચાવી મૂક્યો હતો.

ટેકઑફના એક કલાક પહેલા જ ફ્લાઈટ કેન્સલ કરાઈ

આજે 12 નવેમ્બરે અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઈનની નાસિક જવા માટેની ફ્લાઈટ શિડ્યૂલ હતી. જેથી નાસિક જવા માંગતા મુસાફરોએ બોર્ડિંગ પ્રોસેસ પૂર્ણ કરી દીધી હતી અને તેમનો લગેજ પણ જમા થઈ ગયો હતો. જો કે ટેક ઑફના એક કલાક પહેલા ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેથી મુસાફરો રોષે ભરાયા હતા.

એરપોર્ટ પર મુસાફરો અને ઈન્ડિગો એરલાઈનના સ્ટાફ વચ્ચે તુંતું-મેંમે

છેલ્લી ઘડીએ ફ્લાઈટ કેન્સલ થયા બાદ ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મુસાફરોને અમદાવાદથી મુંબઈ અને ત્યાંથી બાય રોડ નાસિક જવા માટેનો વિકલ્પ આપ્યો હતો. જેના પગલે એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સના સ્ટાફ અને રોષે ભરાયેલા મુસાફરો વચ્ચે તુતુ-મેમે થઈ હતી.

મુસાફરોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, ઈન્ડિગો એરલાઈનની મનમાનીના કારણે વાયા મુંબઈ થઈને નાસિક પહોંચવામાં વધારે સમય થાય છે. આટલું જ નહીં, અમને હાલાકી થાય તે અલગ. આથી DGCA આ સમગ્ર બાબતમાં દખલ કરે અને મુસાફરોને યોગ્ય વળતર ચૂકવે.

બોમ્બની ધમકી બાદ ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

આજથી બે મહિના પહેલા લખનઉથી સઉદી અરબના દમ્મામ જઈ રહેલી ઈન્ડિગોના વિમાનના ટૉઈલેટમાં ટીશ્યૂ પેપર પર ક્રૂ મેમ્બરને બોમ્બનો મેસેજ લખેલો મળતા ફ્લાઈટનું અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતુ. જે બાદ ફ્લાઈઠમાં સવારે 133 મુસાફરોને સુરક્ષિત બહાર નીકાળીને વિમાનને આઈસોલેશન એરિયામાં લઈ જવામાં આવ્યું હતુ. જ્યાં એજન્સીઓ દ્વારા ફ્લાઈટની કેબિન, તમામ સીટો, કાર્ગો અને પેસેન્જર્સ લગેજની તપાસ કરી હતી, પરંતુ કોઈ વિસ્ફોટક પદાર્થ ના મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.