અમદાવાદ: નરોડા SP રિંગ રોડ પર અકસ્માત, ટ્રક ચાલકે અડફેટે લેતા 24 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત

રોડ ક્રોસ કરી રહેલો યુવક દાસ્તાન સર્કલ તરફથી આવતા એક ટ્રકની અડફેટે ચડ્યો, જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 15 Nov 2026 05:15 PM (IST)Updated: Sun, 15 Nov 2026 05:15 PM (IST)
ahmedabad-naroda-sp-ring-road-truck-accident-vishal-chauhan-killed-in-hit-and-run
AI Generated Image

Ahmedabad Hit and Run: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં SP રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. રોડ ક્રોસ કરી રહેલો યુવક દાસ્તાન સર્કલ તરફથી આવતા એક ટ્રકની અડફેટે ચડ્યો હતો. જેમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ ટ્રકચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રકચાલકે મારી ટક્કર

મળતી વિગતો અનુસાર, સૈજપુર-બોઘામાંરહેતો 24 વર્ષીય વિશાલ ચૌહાણ મેમકો પાસે ખાનગી એસ્ટેટમાં નોકરી કરતો હતો. આજે 15 નવેમ્બર, રવિવારના રોજ સવારે નરોડા વિસ્તારમાં SP રિંગ રોડ પર આવેલા સ્ટાર એમ્પાયર સામેના રોડ પર વિશાલ ચાલતા રોડ ક્રોસ કરી રહ્યો હતો.

આ દરમિયાન દાસ્તાન સર્કલ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે વિશાલને અડફેટે લીધો હતો. આ ભયાનક અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓના કારણે વિશાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ફરાર ટ્રકચાલક સામે ટ્રાફિક પોલીસમાં ગુનો દાખલ

બીજી તરફ, અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અંગે મૃતકના પિતા ધનપાલસિંહ ચૌહાણે G ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.