Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં પીવાના પાણીના પુરવઠામાં પ્રદૂષણ કે ગંદા પાણી સંબંધિત ફરિયાદોના ત્વરિત અને અસરકારક નિવારણ માટે એક નવી SOP જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, જો કોઈ એક વિસ્તારમાં 1 જ દિવસમાં 5 થી વધુ ફરિયાદો નોંધાય, તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહત્તમ 6 કલાકની અંદર સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરવાની રહેશે.
પીવાના પાણીમાં પ્રદૂષણ અટકાવવા માટેની શું નવી SOP
આ પણ વાંચો
- શહેરમાં કોઈપણ વિસ્તારમાં પ્રદુષિત પાણી પુરવઠા અંગેનીએક જ દિવસમાંએક જ વિસ્તારની પાંચથી વધુ ફરીયાદો આવ્યાના કિસ્સામાં ફરીયાદ આવ્યાનાં વધુમાં વધુ 6 કલાકમાં ડે. મ્યુનિસિપલ કમિશનર (ઝોન), સીટી ઈજનેર (વો.રી.મે.), એડી.સીટી ઈજનેર (ઝોન), મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ દ્વારા સંયુક્ત સ્થળ મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી ઘટતી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
- નાગરીકોનાં હિતમાં અસરગ્રસ્ત પાણીની લાઇનનો પુરવઠો/સપ્લાય તાત્કાલીક અસરથી બંધ કરાવી વૈકલ્પીક પાણીની ટેન્કરો દ્વારા સુવિધા પુરી પાડવા આનુષાંગીક કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
- અસરગ્રસ્ત વિસ્તારતથા તેની આજુબાજુના વિસ્તારનો ડોર ટુ ડોર સર્વે હાથ ધરાવી ક્લોરીન ગોળીનું વિતરણ કરાવી તેનાં ઉપયોગ અંગે માર્ગદર્શન પુરુ પાડવા આનુષાંગીક કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
- અસરગ્રસ્ત વિસ્તાર/સોસાયટી/ચાલીઓની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં અગાઉથી ઉપલબ્ધ પાણી ની સાથે પ્રદુષીત પાણી મિશ્ર થયેલ હોય તે કિસ્સામાં સંગ્રહ કરેલ પાણીનો તાકીદે નિકાલ કરવા તથા પાણીની ટાંકીની સફાઈ કરાવવા અંગે અસરગ્રસ્ત વિસ્તાર/સોસાયટી/ચાલીઓ ને માર્ગદર્શન પુરૂ પાડવાનું રહેશે.
- પ્રદુષિત પાણી અંગેની સમસ્યાના નિવારણ માટે યુધ્ધનાં ધોરણે ઉદભવસ્થાન આઈડેન્ટીફાય કરી તેના રીપેરીંગ/રીપ્લેસમેન્ટ ની કામગીરી અર્થે તાકીદે મશીનરી/સ્ટાફ ડીપ્લોય કરી કામગીરી પુર્ણ કરાવવાની રહેશે જેનું એડી.સીટી ઇજનેર (ઝોન) દ્વારા મોનીટરીંગ કરી દર 12 કલાકે ડે.મ્યુનિ.કમિશનર (ઝોન) ને રીપોર્ટ કરવાનો રહેશે.
- પાણીનાં પોલ્યુશન દુર કરવાની કામગીરી પુર્ણ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારની પાણીની લાઈનનાં વોશઆઉટ ની પ્રક્રિયા હાથ ધર્યા બાદ, પાણીનાં પુરવઠામાં સંતોષકારક રેસીડયુઅલ ક્લોરીન પ્રાપ્તથયા બાદ જ પુનઃ સપ્લાય શરૂ કરવાનો રહેશે.
- એક જ વિસ્તારમાં બહોળા પ્રમાણમાં પ્રદુષિત પાણીની ફરીયાદોનાં કિસ્સામાં સીટી ઈજનેર (વો.રી.મે.) સાથે સંકલન કરી કાયમી ઉકેલ માટે ઝોન ખાતેથી કાર્યવાહી કરવાની રહેશે.
- શહેરનાં કોઇપણ વિસ્તારમાં પાંચથી ઓછી પ્રદુષિત પાણીની ફરીયાદનાં કિસ્સામાં ઝોનનાં ડે.સીટી ઇજનેર, ડે.હેલ્થ ઓફીસર દ્વારા અ.નં 2 થી 6 મુજબની કાર્યવાહી હાથ ધરી એડી.સીટી ઈજનેરને દૈનીક રીપોર્ટ કરવાનો રહેશે.
