Ahmedabad Sabarmati Railway Metro Station Timings: અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો માટે સારા સમાચાર છે. મેટ્રો રેલવે દ્વારા આવતીકાલે 28 નવેમ્બરથી સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન શરૂ કરવામાં આવશે. આ ટ્રેન શરૂ થતાં જ અમદાવાદ શહેરના અન્ય ભાગો તરફ જતાં તેમજ ગાંધીનગર અપ-ડાઉન કરતા સાબરમતી અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોને સીધો ફાયદો થશે. આ સ્ટેશને પહેલી ટ્રેન સવારે 6.27 વાગ્યે મળશે. તેમજ છેલ્લી ટ્રેન 11.35 વાગ્યે મળશે.
GMRC દ્વારા જણાવવામાં આવ્યું છેકે, 28 નવેમ્બર 2026થી સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. મેટ્રો ટ્રેન સેવાઓ આ સ્ટેશન પર પણ ઉપલબ્ધ રહેશે અને મુસાફરો સાબરમતી રેલ્વે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર ઉતરી શકશે. સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશનથી પ્રથમ અને છેલ્લી ટ્રેનનો સમય નીચે મુજબ છે.

સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશનથી પ્રથમ ટ્રેનનો સમય
- એપીએમસી તરફ જવા માટે સવારે 6.27 વાગ્યે
- મહાત્મા મંદિર તરફ જવા માટે સવારે 6.45 વાગ્યે
- ગિફ્ટ સિટી તરફ જવા માટે સવારે 7.11 વાગ્યે
સાબરમતી રેલ્વે મેટ્રો સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો સમય
- એપીએમસી તરફ જવા માટે રાત્રે 11.10 વાગ્યે
- કોટેશ્વર રોડ તરફ જવા માટે રાત્રે 11.35 વાગ્યે
- મહાત્મા મંદિર તરફ જવા માટે રાત્રે 9.10 વાગ્યે
- ગિફ્ટ સિટી તરફ જવા માટે સાંજે 6.32 વાગ્યે
આ હાલ જણાવવામાં આવેલો સમય છે જોકે આવતીકાલે 28 નવેમ્બર 2026થી સાબરમતી મેટ્રો સ્ટેશન ખાતે મેટ્રો સેવા શરૂ થયા બાદ ટ્રેનના સમય અંગેની વધુ વિગતવાર માહિતી ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર ઉપલબ્ધ રહેશે.
