Ahmedabad Metro Phase 3: કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં પ્રોજેક્ટ પૂરો કરવા 2.46 લાખ ચો.મી. ખાનગી જમીન સંપાદિત થશે, જાણો કયા વિસ્તારમાં

કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલાં અમદાવાદમાં મેટ્રોનું મોટું વિસ્તરણ થશે. ₹17,924 કરોડના ખર્ચે 58.52 કિમીના ફેઝ-3 પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર, 2.45 લાખ ચો.મી. જમીનનું સંપાદન કરાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 04:01 PM (IST)Updated: Thu, 19 Nov 2026 04:01 PM (IST)
ahmedabad-metro-phase-3-commonwealth-games-2030-58-km-new-metro-network

Ahmedabad News: મેગા સિટી અમદાવાદના જાહેર પરિવહન નેટવર્કને વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલા મેટ્રો રેલના ફેઝ-3 કોરિડોરની કામગીરી તેજ બની છે. કુલ રુ.17,924 કરોડના ખર્ચે તૈયાર થનારા અને 58.52 કિમીની લંબાઈ ધરાવતા આ ત્રિસ્તરિય પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડી દેવાયા છે. વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન છે. પરંતુ તે પહેલાં 2.46 લાખ ચોમી ખાનગી જમીનનું સંપાદન કરવું અને રુ. 10,754,4 કરોડની લોન કેવી રીતે મેળવવી તે તંત્ર માટે પડકાર બન્યો છે.

2.45 લાખ ચોમી જમીન સંપાદનનું આયોજન

અમદાવાદ મેટ્રોના ફેઝ-3 કોરિડોરના નિર્માણ માટે કુલ 61 જમીન પાર્સલમાં 2,45,653 ચોમી ખાનગી જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં ત્રણેય તબક્કે જમીન સંપાદન કરાશે, ફેઝ-3-A થલતેજ ગામથી ગોધાવી સુધીના રુટની લંબાઈ 10.25 કિમી રહેશે અને તેમાં 17,370 ચોમી જમીન સંપાદિત કરવામાં આવશે,

ફેઝ-3 B શિલજ સર્કલથી બદરાબાદ સુધી 12.53 કિમી લંબાઈના રુટમાં સૌથી વધુ 1,83,383 ચોમી ખાનગી જમીન સંપાદિત કરાશે. જ્યારે ફેઝ-3-Cમાં 35.74 કિમીના આ સર્ક્યુલર રુટ એપીએમસીથી શરુ થઈ વાયા પીપળજ, મણીપૂર પૂર્વ, હાટકેશ્વર સર્કલ, મલેક સાબાન તળાવ, મેઘાણીનગર અને વાડજથી થતાં નહેરુનગર થઈ એપીએમસી સુધી રહેશે. આ તબક્કામાં કુલ 44,900 ચોમી જમીન સંપાદિત થશે.

2030 કોમનવેલ્થ પહેલા પ્રોજેક્ટ પૂરો કરવાનો મોટો લક્ષ્યાંક

કેન્દ્ર સરકાર તરફથી આખરી મંજૂરી મળી ગયા પછી ત્રણેય સ્તર માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ખાનગી કોન્ટ્રાક્ટર પાર્ટીઓની પસંદગી થયા બાદ અંદાજે વર્ષ 2027-28થી બાંધકામની કામગીરી શરુ કરવામાં આવશે. સરકારનો મુખ્ય લક્ષ્ય વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ તમામ રુટપર મેટ્રો દોડતી કરવાનું છે.