Ahmedabad Metro: અમદાવાદમાં રહો છો અને મેટ્રોનો આનંદ હજુ માણ્યો નથી? બનાવો સાબરમતી આશ્રમનો પ્લાન

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Wed, 18 Sep 2024 03:34 PM (IST)Updated: Wed, 18 Sep 2024 03:47 PM (IST)
ahmedabad-metro-guide-how-to-go-sabarmati-ashram-by-metro-train

Ahmedabad Metro Route: અમદાવાદમાં રહો છો અને અમદાવાદ મેટ્રોનો આનંદ હજુ માણ્યો નથી? કંઈ વાંધો નહીં. બાળકોને લઈને આ સપ્તાહમાં સાબરમતી આશ્રમનો પ્લાન બનાવો. જેનાથી મેટ્રોની સવારી પણ થઈ જશે અને બાળકો સાબરમતી આશ્રમ પણ જોઈ લેશે.

આ રૂટ પર મેટ્રો બદલવી પડશે
જો તમે થલતેજ રૂટથી સાબરમતી જવા ઈચ્છો છો તો તમારે ઓલ્ડ હાઈકોર્ટથી ટ્રેન ચેન્જ કરવી પડશે. એટલે કે તમે થલતેજ, દુરદર્શન ટાવર, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા અને એસ પી સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનથી મુસાફરી કરી રહ્યા છો તો તમારે ઓલ્ડ હાઈકોર્ટથી મેટ્રો ટ્રેન બદલવી પડશે.

આ રુટ પર ટ્રેન બદલવી નહીં પડે
જો તમે એપીએમસી, જીવરાજ,રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ વાળા મેટ્રો સ્ટેશનના રૂટ પરથી જઈ રહ્યા છો તો તમારે કોઈ ટ્રેન બદલવી નહીં પડે સીધા તમે સાબરમતી આશ્રમ પહોંચી જશો.

મેટ્રોમાં ભાડું કેટલું છે?
અમદાવાદમાં જો તમે મેટ્રોમાં ફરાવ ઈચ્છો છો તો તમારે મિનિમમ 5 રૂપિયા અને મેક્સિમમ 25 રૂપિયા ભાડું ચૂકવવાનું હોય છે.

મેટ્રોમાં શા માટે જવું જોઈએ?
મેટ્રો તમને કોઈ ટ્રાફિક વગર ફટાફટ પહોંચાડશે. સાથે મેટ્રોની સફાઈ સરસ હોય છે અને મેટ્રો એસીનું કૂલિંગ હોય છે જે તમને મુસાફરીનો થાક નહીં લાગવા દે. સાથે બાળકોને એક નવોજ અનુભવ થશે. તમે એરપોર્ટ પર આવી ગયા છો તેવી અનુભુત મેટ્રોના સ્ટેશન પર થશે.