Ahmedabad Demolition: ઓલિમ્પિક-કોમનવેલ્થ ગેમ્સને લઈને નમો સ્ટેડિયમ પાસે મેગા ડિમોલિશન; 50થી વધુ કોમર્શિયલ ઈમારતો પર ફર્યું બુલડોઝર

અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજીબાજુના વિસ્તારમાં આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખીને AMC પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજ સવારથી જ મોટેરામાં મેગા ડિમોલિશનની શરુઆત કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 09 Jul 2026 10:52 AM (IST)Updated: Thu, 09 Jul 2026 10:52 AM (IST)
ahmedabad-mega-demolition-near-narendra-modi-stadium-over-50-commercial-properties-razed

Ahmedabad Demolition: અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજીબાજુના વિસ્તારમાં આગામી ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખીને મોટા ડેવલપમેન્ટની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે, જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજ સવારથી જ મોટેરા વિસ્તારમાં મેગા ડિમોલિશન ડ્રાઈવની શરુઆત કરી છે. મોટેરા વિસ્તારમાં રહેણાંક ઈમારતોમાં કાર્યવાહી કરાશે નહી.

રોડ પહોળો કરવાનો માસ્ટર પ્લાન

સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી નમો સ્ટેડીયમ તરફ જતો રસ્તો હાલ 18 મીટર પહોળો છે. ત્યારે આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સના આયોજનને ધ્યાને રાખીને ટ્રાફિક વ્યવસ્થાને પહોંચી વળવા માટે આ રોડને પહોળો કરાશે. તેને 61 મીટરનો કરવા્માં આવશે.

naidunia_image

50 મિલક્તો પર ફરશે બુલડોઝર

સાબરમતી પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જનપથ ચાર રસ્તાથી ડી-માર્ટ સુધીના અંદાજે 500 મીટરના રોડ પર આવતી 50થી વધુ કોમર્શિયલ દુકાનો અને મિલકતોને તોડી પાડવાની કામગીરી જેસીબી મશીનો દ્વારા શરુ કરવામાં આવી રહી છે. AMC દ્વારા તમામ કોમર્શિયલ મિલક્તધારકોને રોડ લાઈન અમલીકરણ હેઠળ અગાઉ નોટિસ ફટકારાઈ હતી. જેની મુદત પૂરી થતાં આ કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાોય છે.

naidunia_image

કઈ મિલકતોને મળી હાલ પૂરતી રાહત

મોટેરા વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન ડ્રાઈવમાં હાલ પૂરતું કોમર્શિયલ મિલકતો સામે કાર્યવાહી ચાલી રહી છે. જ્યારે રહેણાંક મિલકતોને આજના ડિમોલિશનમાં મુક્તિ અપાઈ છે. તેમજ ડી માર્ટ પછી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ઈમારતો આવે છે. જેનો કેસ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી ત્યાં સ્ટેટસ ક્વો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે નહીં. નમો સ્ટેડિયમની સામેના ભાગે ઓએનજીસીની ઓફિસો આવેલી છે. જેથી તેને ભવિષ્યમાં શિફ્ટ કરવાની હોવાથી હાલના તબક્કામાં ત્યાં કોઈ પણ તોડફોડની કામગીરી કરાશે નહી.