અમદાવાદ: જુહાપુરામાં MD ડ્રગ્સની ફેક્ટરીનો મામલો, આરોપી મુદ્દસર ખાનના એક દિવસના રિમાન્ડ મંજૂર

જુહાપુરામાં બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવવાના આરોપી મુદ્દસર ખાનને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 1 દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 06:12 PM (IST)Updated: Mon, 16 Nov 2026 06:12 PM (IST)
ahmedabad-juhapura-md-drug-factory-case-accused-mudassar-khan-one-day-remand

Ahmedabad MD Drugs Case: તાજેતરમાં અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક બંગલાના ભોંયરામાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. આ મામલે પોલીસે ઝડપી પાડેલા આરોપી મુદ્દસર ખાનને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ આરોપીના 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, ગ્રામ્ય કોર્ટે આરોપીના 17 નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી એટલે કે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

2024થી ડ્રગ્સના કારોબારમાં સંડોવણી હોવાની આશંકા

તપાસ એજન્સીએ કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ, આરોપી મુદસર ખાન વર્ષ 2024 થી ડ્રગની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તેણે કેટલું MD ડ્રગ્સ બનાવ્યું અને કોને-કોને વેચ્યું તેની વિગતો મેળવવાની બાકી છે. આ ઉપરાંત આ નેટવર્કમાં આરોપી સિવાય અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તેની તપાસ પણ બાકી છે.

ડ્રગ્સના વેચાણમાંથી થયેલા આર્થિક વ્યવહાર કેવી રીતે થયા અને અન્ય કયા લોકો સુધી આ જથ્થો પહોંચાડવામાં આવ્યો તેની તપાસ કરવાની બાકી હોવાથી તપાસ એજન્સીઓએ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

જુહાપુરાના બંગલોમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી

નોંધનીય છે કે, ગત 15 નવેમ્બરના રોજ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા એક બંગલોના ભોંયરામાંથી MD ડ્રગ્સ બનવાતી ફેક્ટરી ઝડપાઈ છે. એક દંપતી દ્વારા આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત દરોડો પાડી ડ્રગની ફેક્ટરી ચલાવતા દંપતીની અટકાયત કરવામાં આવી હતી. દંપતી છેલ્લા એક મહિનાથી ડ્રગ્સ બનાવતું હતું. સાથે જ ઘટનાસ્થળેથી MD ડ્રગ્સ બનાવવા માટેનું 130 કિલો કેમિકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.