Ahmedabad: પતિ-સાસરિયાના ત્રાસથી કંટાળેલી IB મહિલા PI પોલીસ સ્ટેશને પહોંચી, ફરિયાદમાં ગંભીર આરોપો

અમદાવાદમાં IB મહિલા PIએ પતિ અને સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 08:43 AM (IST)Updated: Fri, 25 Sep 2026 08:43 AM (IST)
ahmedabad-ib-woman-pi-husband-in-laws-harassment-dowry-complaint

Ahmedabad Crime News: અમદાવાદ શહેરમાં એક મહિલા પોલીસ અધિકારીએ તેમના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાની ફરિચાદમાં પોતાના પતિ સામે શારીરિક-માનસિક પ્રતાડના, દહેજ ઉત્પીડન સહિતના આક્ષેપો કર્યા હતા.

IB મહિલા ઇન્સપેક્ટરે નોંધાવી ફરિયાદ

ફરિયાદ પ્રમાણે, શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા મહિલા પીઆઈના લગ્ન વર્ષ 2023ના રોજ ગાંધીનગરના દહેગામના એક યુવાન સાથે થયા હતા. લગ્ન બાદથી જ સાસરિયા દ્વારા દહેજ બાબતે સતત મહેણા અને ટોણા મારવામાં આવતા હતા. મહિલા અધિકારી પોતે નોકરી કરીને ઘરનો તમામ ખર્ચ ઉઠાવતા હોવા છતાં પતિ દ્વારા મહિલા પીઆઈના પિતા પાસેથી 7 લાખની માંગણી કરીને દબાણ આપવામાં આવતું., તેમજ પતિ છૂટાછેડાની ધમકી આપતો હતો.

પતિ પર લગાવ્યો ગંભીર આરોપ

મહિલાએ અધિકારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, પતિ સંબંધ બાંધવામાં અસમર્થ હોવા છતાં મહિલાની મરજી વિરુદ્ધ ક્રૂર વર્તન કરતો. શારીરિક ક્ષમતા વધારવાની દવાઓ લઈને બળજબરી કરવાનો પ્રયાસ કરતો હતો. જેમાં પતિ નિષ્ફળ ગયો તો તેણે આવેશમાં આવીને પીડિત મહિલાના પેટમાં જોરદાર લાત મીર હતી. જેના લીધે મહિલા અધિકારીને ગંભીર રક્તસ્ત્રાવ શરુ થઈ ગયો હતો.

દાગીના પડાવી લીધાનો ઉલ્લેખ

સાસરિયાઓ દ્વારા મહિલા ઇન્સ્પેક્ટરને માનસિક યાતના આપતા. તેમજ 'અપૂર્ણ સ્ત્રી' હોવાનું જણાવીને સોના-ચાંદીના દાગીના પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેમજ પુત્રના બીજા લગ્ન કરાવી દેવાની ધમકીઓ અપાતી. અમદાવાદમાં ભાડે મકાનમાં રહેતી વખતે પતિ દારુના નશામાં મહિલાને ગાળો ભાંડીને મારપીટ કરી હતી. તેમજ તે છેલ્લા દોઢેક વર્ષથી ઘર છોડીને ભાગી ગયો હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.