"હું તને કાળા જાદુથી મારા જીવનમાં લાવી છું..." પત્નીની વાત સાંભળી પતિના હોશ ઊડી ગયા, પતિએ નોંધાવી પત્ની સામે FIR

અમદાવાદના ચાંદખેડામાં પતિએ પત્ની અને સાસરિયાઓ સામે કાળા જાદુ, શારીરિક-માનસિક ત્રાસ અને આર્થિક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી. પત્નીએ 2 વાર તાંત્રિક વિધિ કરાવ્યાનો આરોપ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 26 Sep 2026 03:53 PM (IST)Updated: Sat, 26 Sep 2026 03:53 PM (IST)
ahmedabad-husband-files-fir-against-wife-for-black-magic-harassment

Ahmedabad News: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં એક પતિએ પોતાની જ પત્ની અને સાસરિયાઓ વિરુદ્ધ કાળાજાદુ, ત્રાસ અને આર્થિક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. જે મામલે ચાંદખેડા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ચાંદખેડામાં રહેતા એક યુવકે તેની પત્ની અને તેના પરિવારના સભ્યો સામે કાવતરુ રચીને રુપિયા પડાવવા ઉપરાંત શારીરિક માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવતાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, યુવકના લગ્ન મહારાષ્ટ્રની એક યુવતી સાથે વર્ષ 2025માં થયા હતા. લગ્નના થોડા સમય પછી જ પત્નીના વલણમાં વિચિત્ર બદલાવ જોવા મળ્યો હતો.

પત્ની પર કાળા જાદુનો ગંભીર આરોપ

યુવકની પત્ની તેની પાસે અવારનવાર રુપિયાની માંગણીઓ કરતી હતી. તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતી હતી. યુવકે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીના અગાઉ પણ ઘણા લવ અફેર રહી ચૂક્યા છે અને એકવાર યુવકની પત્નીએ તેને કહેલું કે,

હું તને બ્લેક મેજિક કરીને મારા જીવનમાં લાવી છું

ઉપરાંત, પત્નીએ પોતાના મોબાઈલમાં અલગ અલગ તાંત્રિકોના ફોટો બતાવીને યુવકની મુલાકાત કરાવી હતી.

પત્ની સહિત 6 લોકો સામે FIR

યુવકના આક્ષેપ પ્રમાણે તેની પત્નિએ તેના પર બે વાર તાંત્રિક વિધિ કરાવી હતી. પત્ની અને સાસરિયાથી કંટાળેલા યુવકે પોલીસની મદદ લેવાનો નિર્ધાર કર્યો હતો. કંટાળેલા યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશને પત્ની સહિત 6 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ સમગ્ર મામલે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.