ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર: 18 દિવસમાં 1698 લોકો બિમાર, 108 ઈમરજન્સી કેસોમાં 57% નો વધારો

ગુજરાતમાં મે મહિનાના પ્રથમ 18 દિવસમાં ગરમીને કારણે 1698 લોકો બિમાર પડ્યા છે. અમદાવાદમાં હિટ ઈલનેસમાં 290% નો ઉછાળો નોંધાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 20 May 2026 11:24 AM (IST)Updated: Wed, 20 May 2026 11:24 AM (IST)
ahmedabad-gujarat-heatwave-1698-illness-cases-may-2026

Ahmedabad News: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ કાળો કેર વર્તાવ્યો છે. આકરી ગરમીના દિવસોમાં લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ઘણો વધારો નોંધાયો છે. વધુ પડતી ગરમીના લીધે લોકો હિટસ્ટ્રોક અને લૂનો શિકાર બની રહ્યા છે. ગુજરાતમાં હાલ મે મહિનાના 18 દિવસમાં ગરમીના લીધે 1698 જેટલા લોકો બિમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજ્યમાં લોકો હિટવેવનો ભોગ બન્યા

108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સેવામાં હિટવેવ સંબંધી 1698 ઈમરજન્સીના કેસો નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીમાં ગરમીના કારણે બિમારીના કેસોમાં 57 ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગરમીના દિવસોમાં જરુર હોય તો જ બહાર નીકળવું જોઈએ. એવું સરકાર દ્વારા વારંવાર લોકોને કહેવામાં આવે છે. પરંતુ ગયા વર્ષે 1 મેથી 18 મે સુધીમાં કુલ 1.082 જેટલા કેસો હતા.

હિટ રિલેટેડ બિમારીમાં નોંધપાત્ર વધારો

આ વર્ષે આકરી ગરમીનો ભોગ બનેલા લોકોના કુલ 1698 કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં 1453 કેસો તો ફક્ત ભારે તાવના હતા. જ્યારે બેભાન કે અર્ધબેભાન થવાના કેસોમાં 09 કેસો નોંધાયા છે. ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આકરા તાપના લીધે લોકો માંદા પડી રહ્યા છે. જેથી ગરમી સંબંધી શંકાસ્પદ ઈમરજન્સીના હજુ સુધીમાં 94થી 95 જેટલા ઈમરજન્સી કેસો મળ્યા છે. જેથી દર્દીઓને નજીકના સારવાર કેન્દ્રોમાં ખસેડાયા છે.

હિટ ઈલનેસમાં 117 કેસોનો વધારો

અમદાવાદ શહેરની જ વાત કરીએ તો, ગરમીના લીધે ઘણા લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. જેથી 345 જેટલા કેસોના 108 ઈમરજન્સી સેવાને કોલ આવ્યા છે. જ્યારે હિટ ઈલનેસને લગતા કેસોમાં તો 290 ટકાનો ઉછાળો નોંધાયો છે. જે ગયા વર્ષે 30 કેસો હતા. પરંતુ આ વર્ષે 117 કેસોનો વધારો થતા લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

ઈમરજન્સીના પ્રકાર વર્ષ ૨૦૨૫ વર્ષ ૨૦૨૬
હીટ ઈલનેસ (Heat Illness) 30 117
ભારે તાવ (High Fever) 922 1453
માથું દુખવું (Headache) 01 07
બેભાન થવું (Fainting) 08 09
ઝાડા ઉલટી (Diarrhea/Vomiting) 52 83

ઝાડા-ઉલટીના કેસોમાં વધારો

ભયાનક ગરમીને લીધે ભારે તાવનાં કુલ 922 કેસો નોંધાયા છે. જે આ વર્ષે 18 દિવસમાં જ ભારે તાવના 1453 કેસો સામે આવ્યા છે. ગરમીના લીધે લોકોમાં બિમારીનું પ્રમાણ વધ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 57.59 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગંભીર માથાના દુખાવામાં પણ આ વખતે 7 કેસોનો વધારો થયો છે. ઝાડા ઉલ્ટીના ગયા વર્ષે 52 કેસો હતા. જે વધીને આ વર્ષે 83 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેથી ઝાડા-ઉલ્ટીના કેસોમાં 59 ટકાનો વધારો થયો છે.

ગરમી અંગે તબીબોની સલાહ મુજબ, ભારે ગરમીમાં બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. લોકોએ બને એટલું ઠંડુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ. જો તબિયત ખરાબ જણાય તો તાત્કાલિક સારવાર કેન્દ્રનો સંપર્ક સાધવો જોઈએ.