અમદાવાદમાં બિલ વગર સામાન વેચતા વેપારીઓ સામે GST વિભાગની લાલ આંખ: દિવાળી સુધી ચાલશે 'સરપ્રાઈઝ ચેકિંગ'

અમદાવાદમાં તહેવારોની સીઝનમાં બિલ વગર માલ વેચતા વેપારીઓ સામે GST વિભાગના અધિકારીઓ હવે ગ્રાહક બનીને સરપ્રાઈઝ ચેકિંગ કરશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 14 Oct 2026 08:25 AM (IST)Updated: Wed, 14 Oct 2026 08:25 AM (IST)
ahmedabad-gst-department-surprise-checking-till-diwali-shopkeepers-selling-without-bill-to-face-strict-action

Ahmedabad News: અમદાવાદમાં તહેવારોની સીઝન આવી રહી હોવાથી લોકો બજારમાં ખરીદી કરવા જઈ રહ્યા છે. ત્યારે લોકોને બિલ વગરના માલ સામાનનું વેચાણ કરતાં વેપારીઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. જીએસટી વિભાગની સ્પેશિયલ ડ્રાઈવમાં જે પણ વેપારી ગ્રાહકોને બિલ વગરનો સામાન વેચશે, તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

GST વિભાગના અધિકારીઓની ડ્રાઈવ

બજારમાં ખાસ કરીને કમ્પોઝિશન સ્કીમ હેઠળના વેપારીઓ બિલ વગર માલ ગ્રાહકોને વેચે છે કે નહીં. તે જાણવા અંગે જીએસટી વિભાગના અધિકારીઓ પોતે ગ્રાહક બનીને દુકાનોમાં જઈને ખરીદી કરશે. આ સ્પેશિયલ ડ્રાઈવમાં દિવાળી સુધીના તહેવાર સુધી અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ કરશે, આ અભિયાનના ઉદ્દેશ્યની વાત કરીએ તો, વેચાણમાં પારદર્શિતા જાળવવા અને કરચોરી કરતા વેપારીઓને પકડવાના હેતુથી શરુ કરાઈ છે.

દિવાળી સુધી ચાલશે વિશેષ ઝુંબેશ

નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં રેડીમેડ કપડાં, મીઠાઈ, ફૂટવેર અને ડ્રાઈફ્રૂટ્સ જેવી વસ્તુઓની ખરીદી વધારે થતી હોય છે. આ સમયગાળાનો ઉપયોગ કરીને વધારે પૈસા કમાઈ લેવાની લાલચે કેટલાક લેભાગુ વેપારીઓ બિલ વગરનો માલ સામાન વેચતા હોય છે. તેને રોકવું જરુરી છે.

નિયમભંગ પર કરાશે કાર્યવાહી

જીએસટી વિભાગના અધિકારીઓ વેપારીઓ પાસેથી ખરીદી કરવા જતાં બિલિંગ પ્રક્રિયા અને સ્ટોક-વેચાણ સંબંધિત હિસાબોની ચકાસણી કરી શકે છે. જો કોઈ પણ વેપારી નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો તેની ઉપર કાયદાકીય જોગવાઇ હેઠળ ટેક્સની વસૂલાત,દંડ અને બીજી કાર્યવાહી કરાશે.