અમદાવાદ: ઘોડાસર બ્રિજ પાસે ટાયર ફાટતાં બેકાબૂ કારે 2 વાહનોને અડફેટે લીધા, 4 લોકો ઈજાગ્રસ્ત

બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કે ગુનો નોંધવામાં આવ્યો નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Nov 2026 04:14 PM (IST)Updated: Thu, 19 Nov 2026 04:14 PM (IST)
ahmedabad-ghodasar-bridge-car-tyre-burst-accident-four-injured-two-vehicles-hit

Ahmedabad Accident News: અમદાવાદના ઘોડાસર બ્રિજ પાસે ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી નીચે ઉતરી રહેલી કારનું ટાયર ફાટતા કાબૂ ગુમાવી બે વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર BRTS કોરિડોરની રેલિંગમાં ઘૂસી જતા અટકી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત કુલ 4 લોકોને ઈજા પહોંચી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

ટાયર ફાટતા બેકાબૂ કારે સર્જ્યો અકસ્માત

આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, ઘોડાસર બ્રિજ પરથી ઊતરતી વખતે એક નેક્સોન કારનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ કારે રોડ પર એક એક્સેસ અને એક્ટિવાને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ દોડતી કાર BRTS કોરિડોરની રેલિંગમાં ઘૂસી જતા તે અટકી ગઈ હતી.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલક નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, J ડિવિઝન ટ્રાફિક પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, અસલાલીમાં રહેતા 51 વર્ષીય કારચાલક વિજયસિંહ બાઘસિંહશેખાવતની કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. તેના કારણે તેમણેસ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.

કારચાલક સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી

અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.  J ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.બી. ચૌધરીએ જણાવ્યું કે, દાણીલીમડામાં રહેતા 48 વર્ષીય ઉસ્માનભાઈ નુરમહંમદભાઈ હમજાની તેમના પરિચિત રફીકભાઈ સાથે એક્સેસ પર જશોદાનગર ચાર રસ્તાથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેડિલા બ્રિજ ઉતરતી વખતે તેમની એક્સેસને કારની ટક્કર વાગી હતી.

આ અકસ્માતમાં એક્સેસ પર સવાર બંને વ્યક્તિ, એક્ટિવા ચલાવતી મહિલા અને કારચાલક એમ કુલ 4 લોકોને ઈજા પહોંચી હતી. તમામને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આઉટડોર સારવાર આપ્યા બાદ તમામ લોકોને રજા આપી દેવામાં આવી હતી. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કે ગુનો નોંધવામાં આવ્યો નથી.