Commonwealth Games 2030: ટ્રાફિક મુક્ત અમદાવાદ માટે મોટું પ્લાનિંગ, 2030 સુધી લક્ઝરી અને એસ.ટી બસોને શહેરમાં 'નો-એન્ટ્રી'!

શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાની વિશ્વમાં અમદાવાદનું નામ રોશન કરવા માટે શહેરીજનોને AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Feb 2026 08:26 PM (IST)Updated: Sat, 21 Feb 2026 08:26 PM (IST)
ahmedabad-gears-up-for-2030-commonwealth-games-major-traffic-reforms-announced
HIGHLIGHTS
  • એસ.ટી અને લક્ઝરી બસ જેવા ભારે વાહનો હાઈવે સુધી જ દોડશે
  • શહેરમાં પ્રવેશ માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડશે

Ahmedabad: અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2030) યોજાવાની છે, જેને લઈને ગુજરાત સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને કામ કરી રહી છે. જેમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને શહેરીજનો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, તે માટે મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ સુધી લક્ઝરી તેમજ એસ.ટી બસો શહેરની બહાર દોડાવવામાં આવશે.

હકીકતમાં અમદાવાદમાં એક્ઝિબિશન AmdavadNXTના ઉદ્ઘાટન પ્રસંગે અસારવાના ધારાસભ્ય અને સરકારના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, 2030માં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને AMC એક અગત્યના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જે અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક હળવો થાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

મંત્રીએ શહેરીજનોને અપીલ કરતાં જણાવ્યું કે, એક પરિવારમાં ચાર સભ્યો હોય અને તમામ અલગ-અલગ વાહનોનો ઉપયોગ કરે ટ્રાફિકની સમસ્યા વકરી શકે છે. બીજી તરફ અત્યારે અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે AMTS, BRTS અને મેટ્રો સુવિધા ઉપલબ્ધ છે. આથી લોકો બને ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે. દેશના અન્ય મેટ્રો સિટીની માફક અમદાવાદમાં પણ પ્લાન પ્રમાણે પબ્લિક ટ્રાન્સપોર્ટની સર્વિસ ચાલતી થઈ જાય તો અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય છે.

હાલ અમદાવાદમાં બહારથી આવતા લક્ઝરી બસો કે એસ.ટી નિગમની બસો હવેથી હાઈવે સુધી જ દોડશે. હાઈવેથી જે મુસાફરને શહેરમાં આવવું હોય, તો તેમણે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો રહેશે. કોમનવેલ્થ થકી વિશ્વમાં અમદાવાદનું નામ રોશન કરીએ તે માટે લોકો સરકાર અને AMCને સપોર્ટ કરે.