ગુજરાતમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે ગોલ્ડન ટાઇમ: કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા લક્ઝરી હોટેલ્સ અને રિટેલ બ્રાન્ડ્સમાં ભરતીનો ધમધમાટ, IHMના દરેક વિદ્યાર્થી પાસે 2-2 જોબ ઓફર

હોસ્પિટાલિટી સેક્ટરમાં સર્જાયેલી આંગીન માગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (IHM-ગાંધીનગર) ખાતે પ્લેસમેન્ટનો મોટો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 12 Aug 2026 10:32 AM (IST)Updated: Wed, 12 Aug 2026 10:32 AM (IST)
commonwealth-games-2030-boosts-gujarat-hospitality-sector-ihm-gandhinagar-students-get-top-placements
ગુજરાત હોસ્પિટાલિટી સેક્ટર ગ્રોથ

Commonwealth Games 2030 Ahmedabad: વર્ષ 2030માં અમદાવાદ ખાતે યોજાનારી મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ 'કોમનવેલ્થ ગેમ્સ' (Commonwealth Games) ને કારણે ગુજરાતમાં રમતગમતની સાથે સાથે હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રે અભૂતપૂર્વ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી સમયમાં અંદાજે 20 હજાર રૂમની સંભવિત માગને પહોંચી વળવા માટે નવી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ફાઇવ સ્ટાર હોટેલ ચેન્સ પોતાના પ્રોજેક્ટ્સ આકાર આપી રહી છે. આ વધતી માગને કારણે હોટેલ મેનેજમેન્ટ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની સુવર્ણ તકો ઉભી થઈ છે.

IHM ગાંધીનગરના વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ નોકરીની ઓફર

હોસ્પિટાલિટી સેક્ટરમાં સર્જાયેલી આંગીન માગને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ (IHM-ગાંધીનગર) ખાતે પ્લેસમેન્ટનો મોટો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

  • આકર્ષક પેકેજ: ત્રીજા વર્ષની શરૂઆતથી જ દેશ-વિદેશની નામચીન કંપનીઓ વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 3.50 લાખથી લઈને રૂ. 5.50 લાખ સુધીના આકર્ષક પેકેજની ઓફર કરી રહી છે.
  • 93 વિદ્યાર્થીઓ સામે 2019 વેકેન્સી: IHMના પ્રિન્સિપાલ કલ્યાણ મુખરજીના જણાવ્યા અનુસાર, કેમ્પસ પ્લેસમેન્ટ પ્રોસેસમાં આ વર્ષે માત્ર 93 વિદ્યાર્થીઓની સામે વિવિધ કંપનીઓ તરફથી 2019 જેટલી વેકેન્સી આવી હતી. હાલ સ્થિતિ એ છે કે ત્રીજા વર્ષમાં પ્રવેશતાની સાથે જ દરેક વિદ્યાર્થી પાસે બબ્બે નોકરીની ઓફર હાથમાં છે.

 

5,420 રૂમ ઉપલબ્ધ, વધુ 3 હજાર નવા રૂમ ઉમેરાશે

મેગા સ્પોર્ટ્સ એરેનાના નિર્માણની સાથે લક્ઝરી હોટેલ્સનું નેટવર્ક પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. વર્તમાન સમયમાં અમદાવાદ અને ગાંધીનગરમાં થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર કેટેગરીમાં કુલ 5,420 રૂમ ઉપલબ્ધ છે, જેની સામે આગામી દિવસોમાં વધુ 3,000થી વધુ નવા લક્ઝરી રૂમ ઉમેરાઈ રહ્યા છે.

વિશ્વપ્રસિદ્ધ લક્ઝરી હોટેલ્સ અને રિટેલ જાયન્ટ્સનું કેમ્પસમાં આગમન

માત્ર હોટેલ સેક્ટર જ નહીં, પરંતુ ફ્રન્ટ ઓફિસ સ્ટાફ અને કસ્ટમર રિલેશન્સ માટે દેશ-વિદેશની મોટી રિટેલ બ્રાન્ડ્સ અને કોર્પોરેટ ગૃહો પણ પ્લેસમેન્ટ માટે ગાંધીનગર આવી રહ્યા છે.

  • લક્ઝરી હોટેલ ચેન્સ: તાજેતરમાં ઓબેરોય હોટેલ સિવાય તાજ, આઈટીસી, હયાત, એકોર, આઈએચજી, હિલ્ટન, મેરિયટ, ફન, પાર્ક, ક્લબ મહિન્દ્રા, લેમન ટ્રી, પ્રાઇડ અને સયાજી જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સે પ્લેસમેન્ટ કર્યું છે.
  • રિટેલ અને QSR બ્રાન્ડ્સ: મેકડોનાલ્ડ્સ, કેએફસી, ટાટા સ્ટારબક્સ, બિકાનેરવાલા, પિત્ઝા હટ, બર્ગર કિંગ, ટિમ હોર્ટોન્સ, બેલ્જિયન વાફલ્સ, CCD, NYC તેમજ આદિત્ય બિરલા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શોપર્સ સ્ટોપ, મેટ્રો શૂઝ, બાટા અને હાઉસ ઓફ રેર.

કોર્પોરેટ અને સંસ્થાઓ: RBI, IRCTC, ટોરેન્ટ અને ઇન્ડિગો એરલાઇન્સ.

ગુજરાતમાં જ આટલા મોટા પાયે નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા હોવાથી હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને પોતાના જ રાજ્યમાં વૈશ્વિક કક્ષાનું કેરિયર બનાવવાની ઉત્તમ તક સાંપડી રહી છે.