Gandhinagar: AI સમિટમાં અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન પર મુખ્યમંત્રી ભડક્યા, કહ્યું- 'ભાજપનો વિરોધ કરતાં-કરતાં કોંગ્રેસ હવે ભારત વિરોધી બની'

જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે, ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 21 Feb 2026 07:53 PM (IST)Updated: Sat, 21 Feb 2026 07:53 PM (IST)
gandhinagar-news-cm-bhupendra-patel-hits-back-as-congress-disrupts-ai-impact-summit-2026
HIGHLIGHTS
  • કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે

Gandhinagar: દિલ્હી સ્થિત 'ભારત મંડપમ'માં આયોજિત AI સમિટ 2026માં (AI Impact Summit 2026) ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ પોતાની ટી-શર્ટ ઉતારીને અર્ધ નગ્ન થઈ ગયા હતા અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ સુત્રોચાર કર્યાં હતા. જેને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં છે.

ભાજપનો વિરોધ કરતા-કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવા લાગી
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, PM મોદીના માર્ગદર્શનમાં આ AI ઈમ્પેક્ટ સમિટની સફળતાથી વિશ્વએ નવા ભારતનો ઉદય જોયો છે. આ પહેલ થકી સ્ટાર્ટઅપ અને ઈમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ થયું છે.

આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી ના શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ભાજપનો વિરોધ કરતા-કરતા ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે, જે તેની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે.

જ્યારે-જ્યારે વિશ્વમાં ભારતો ડંગો વાગે છે, ત્યારે-ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે. હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલી રહ્યા છે, ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માંગવી જોઈએ.