Ahmedabad Flower Show 2027: 20 ફૂડ સ્ટોલની 5 લાખની બેઝ પ્રાઈઝથી હરાજી થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી 2027માં યોજાનારા ફ્લાવર શૉ માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ શોમાં 20 ફૂડ સ્ટોલની રૂ. 5 લાખની બેઝ પ્રાઈઝથી હરાજી કરાશે, સાથે જ નર્સરી અને અન્ય સ્ટોલ પણ હરાજી દ્વારા ફાળવવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Nov 2026 04:56 PM (IST)Updated: Wed, 04 Nov 2026 04:56 PM (IST)
ahmedabad-flower-show-2027-20-food-stalls-up-for-auction-with-rs-5-lakh-base-price

Ahmedabad Flower Show 2027: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી 2027માં યોજાનારા ફ્લાવર શૉ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અગાઉ વિવિધ જાતના દેશી-વિદેશી છોડથી વિશાળ ડિસ્પ્લે તૈયાર કરવા માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. હવે ફ્લાવર શોમાં 20 જેટલા ફૂડ સ્ટોલ રૂ. 5 લાખની બેઝ પ્રાઈઝથી હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાન્યુઆરી 2027માં યોજાનાર ફ્લાવર શોને લઈને AMC દ્વારા જુદા-જુદા પ્રકારના સ્ટોલની હરાજી કરવામાં આવશે. આશરે 10 નર્સરી સ્ટોલની હરાજી પ્રત્યેક સ્ટોલ દીઠ 2.5 લાખ રૂપિયાની પ્રારંભિક (બેઝ) કિંમતે કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, અન્ય 8 જેટલા સ્ટોલની પણ જાહેર હરાજી કરવામાં આવશે, જેની બેઝ પ્રાઈઝ 2 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.

જ્યારે 20 ફૂડ સ્ટોલની પણ હરાજી યોજાશે, જેની બેઝ પ્રાઈઝ 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. ગત વર્ષે પણ ફૂડ સ્ટોલ માટે આ જ કિંમત (રૂ. 5 લાખ) નક્કી કરાઈ હતી, જોકે તે વેળાએ ઊંચી બેઝ પ્રાઈઝને કારણે તમામ ફૂડ સ્ટોલ વેચાઈ શક્યા નહતા.

અગાઉના વર્ષે આ ફ્લાવર શો 29 દિવસ સુધી ચાલ્યો હતો અને આશરે 11 લાખ નાગરિકોએ તેની મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે આ ફ્લાવર શોમાં મુલાકાતીઓનો ધસારો 8 લાખથી 13 લાખની વચ્ચે રહેતો હોય છે. અહીં ભારે માત્રામાં લોકો આવતા હોવાને કારણે જ સ્ટોલના ભાવ ઊંચા રાખવામાં આવે છે.