અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે અને SP રિંગરોડ પર બનશે મેગા ઇન્ટરચેન્જ, રુ. 124 કરોડના ખર્ચે ટ્રાફિક મુક્ત મળશે કનેક્ટિવિટી

અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે અને SP રિંગ રોડ પર રૂ. 124.40 કરોડના ખર્ચે મેગા ઇન્ટરચેન્જ બનશે. NHAIના પ્રોજેક્ટથી ધોલેરા તરફ કનેક્ટિવિટી અને ટ્રાફિકમાં રાહત મળશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 23 Sep 2026 09:31 AM (IST)Updated: Wed, 23 Sep 2026 09:31 AM (IST)
ahmedabad-dholera-expressway-sp-ring-road-mega-interchange-124-crore

Ahmedabad News: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે પર વાહન વ્યવહાર વધારે સરળ અને ઝડપી બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક ઇન્ટરચેંજ બનાવાશે.

આ ઇન્ટરચેંજ બનતાની સાથે જ સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક અવરોધાશે નહીં. તેમજ એક્સપ્રેસ પર વાહનવ્યવહાર સિંગલ વેમાં આસાનીથી અવરજવર કરી શકશે. NHAI દ્વારા 124.40 કરોડના ખર્ચે તૈયાર થનારાં આધુનિક ઇન્ટરચેંજ માટેનું ટેન્ડર તારીખ 8 સપ્ટેમ્બર 2026ના રોજ જારી કરી દેવાયું છે.

31 માર્ચ 2026, કરાયું હતું લોકાર્પણ

નોંધનીય બાબત એ છે કે, ગઈ 31 માર્ચના રોજ વાહનચાલકો માટે અમદાવાદ-ધોલેરા એકસપ્રેસવેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ હવે એક્સપ્રેસ વે પર વાહનવ્યવહાર વધી શકે તેથી ભવિષ્યના આયોજનને ધ્યાને રાખીને એક્સપ્રેસવે અને સરદાર પટેલ રિંગરોડ પર ઇન્ટરચેન્જ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ભવિષ્યમાં નિર્માણ પામનારા ઇન્ટરચેન્જથી વાહનચાલકોને ખુબ જ ફાયદો થશે. જેમાં બીજા ડાયરેકશનમાં જતા વાહનોને એકબીજાની સાઈડ કાપતા કે રોકતાં ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાની બદલે અલગ રસ્તો અને રેમ્પ દ્વારા એક માર્ગથી બીજા માર્ગે આસાનીથી જઈ શકે તેવી સુવિધા મળશે.

ધોલેરા જતાં વાહનચાલકોને સુવિધા

આગામી સમયમાં ધોલેરામાં ઓદ્યોગિક વિકાસ ખૂબ જ વધારે વેગવંતો બનશે. તેના લીધે ધોલેરામાં વાહનવ્યવહાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધશે. તેથી ભવિષ્યના આયોજનને ધ્યાને રાખીને એક્સપ્રેસવે અને સરદાર પટેલ રિંગરોડ પર ઈન્ટરચેન્જ બનાવવાશે. તેથી વાહનોને બિનજરુરી વળાંક અને ટ્રાફિકનું ભારણ ઘટશે.

અલગ રેમ્પ અને સર્વિસ રોડનું માળખું

આ એક્સપ્રેસવે સરખેજ, સનાથલ જંકશન અને બાકરોલ જંકશન વચ્ચેના વિસ્તારમાંથી શરૂ થાય છે. નવા ઈન્ટરચેન્જ પ્રોજેક્ટ હેઠળ ખાસ રેમ્પ અને સર્વિસ રોડ બનાવવામાં આવશે:

  • રેમ્પ-1: બાકરોલ તરફથી આવતા વાહનોને સીધા ધોલેરા તરફ જવાનો માર્ગ આપશે.
  • રેમ્પ-2: ધોલેરા તરફથી આવતા વાહનોને સનાથલ તરફ સરળતાથી કનેક્ટ કરશે.