“પૈસા રોકવાના જ નથી!” અમદાવાદમાં કમિશનની લાલચ આપી યુવતીને રુ. 12.27 લાખનો ચૂનો ચોપડ્યો

અમદાવાદમાં 23 વર્ષીય યુવતી અને તેના પરિવારને કમિશનની લાલચ આપી રૂ. 12.27 લાખનો ચૂનો ચોપડાયો. લોન, EMI અને ક્રેડિટ કાર્ડના નામે થયેલી છેતરપિંડીની સમગ્ર ઘટના જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 11:54 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:54 AM (IST)
ahmedabad-cyber-fraud-girl-family-cheated-12-27-lakh-commission-scam

Ahmedabad News: અમદાવાદ શહેરમાં સાયબર ફ્રોડનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સીટીએમ વિસ્તારની રહેવાસી 23 વર્ષીય યુવતી બેન્કમાં એપ્રેન્ટીસ તરીકે કાર્યરત છે, તેને બે ઠગબાજોએ લોભામણી લાલચ આપીને 12.27 લાખ પડાવી લીધા હતા આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ કાર્યવાહી કરી છે.

કમિશનની લાલચે ફસાઈ યુવતી

મળતી માહિતી મુજબ, સીટીએમમાં રહેતી યુવતી એક જાણીતી બેન્કમાં એપ્રેન્ટીસ તરીકે ફરજ બજાવતી ત્યારે વર્ષ 2024માં આરોપી અશોક ઉર્ફે જય વિરમગામાએ નોકરી એપ્લિકેશનની માધ્યમથી યુવતી સાથે સંપર્ક સાધ્યો હતો. આરોપી પોતે સહકારી મંડળીનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપીને યુવતીને વગર કોઈ પૈસાના રોકાણ કર્યા વિના કામ લાલચ આપી હતી.આરોપી જય વિરમગામા દ્વારા આપવામાં આવેલી લોભામણી સ્કીમથી યુવતી અને તેના પરિવારના સભ્યો અંજાઈ ગયા હતા.

ઠગબાજોએ પરિવારનો વિશ્વાસ કેળવ્યો

આરોપીએ લોભામણી લાલચ આપી કે, તેઓ સંસ્થા માટે ઈએમઆઈ, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઇલેકટ્રોનિક વસ્તુઓ ખરીદશે તો તેઓને 30 ટકા જેટલું કમિશન આપવામાં આવશે. તેમજ સમગ્ર પૈસા સંસ્થા પોતે ભરશે તેવો દાવો કર્યો હતો. આરોપીઓએ પરિવારને વિશ્વાસમાં લેવા માટે યુવતીના પિતાના નામે મોબાઈલની ખરીદી કરી. ત્યારબાદ પિતાના બેન્ક એકાઉન્ટમાં આરોપીઓએ કમિશનના પૈસા જમા કરાવી દીધા. આથી યુવતી અને પરિવારને આંધળો વિશ્વાસ આવી ચૂક્યો હતો.

ફોન બંધ કરી આરોપીઓ ફરાર થયા

આમ દોઢ વર્ષ સુધી આરોપી અશોક અને તેના સાગરિત રાજન મહેતાએ પરિવારના નામે અલગ અલગ જગ્યાએથી ઈલેક્ટ્રિક વસ્તુઓની ખરીદી કરી. પરંતું મે 2026માં આરોપીઓએ લોનનો હપ્તો બંધ કરી દેતાં બેન્ક અને ફાઈનાન્સ કંપનીની રિકવરી એજન્ટોએ ઘરે પહોચીને પૈસાની ઉઘરાણી કરી હતી. આથી પરિવારે આરોપીઓ પાસેથી પૈસા માંગણી કરતાં તેઓ ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે યુવતી અને તેના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.