અમદાવાદ કલેક્ટર કચેરીનો નિર્ણય: 6 મહિનાથી પેન્ડિંગ NA ફાઇલોનો ઝડપી નિકાલ કરાશે

અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા 6 માસથી પેન્ડિંગ NA, નોન-NA અને જમીન તકરારી અરજીઓનો ઝડપી નિકાલ કરવાનો નિર્ણય લેવાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 10 Nov 2026 07:33 AM (IST)Updated: Tue, 10 Nov 2026 07:33 AM (IST)
ahmedabad-collector-office-na-pending-file-disposal-iora-live-tracking-status

Ahmedabad News: જમીન સંબંધિત કામગીરી અને બિનખેતી અરજીઓના ઉકેલ માટે અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારા એક અગત્યનું પગલું લેવામાં આવ્યું છે. અધિક રેવન્યુ સેક્રેટરીની અધ્યક્ષતામાં આયોજિત સમીક્ષા બેઠકમાં 6 મહિના કરતા વધુ સમયથી અટવાયેલી NA, નોન NA અને જમીન તકરારી ફાઈલોનો તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

iORA પોર્ટલ પેન્ડિગ અરજીઓનું ટ્રેકિંગ

સરકાર દ્વારા સંચાલિતા આયોરા વેબસાઈટ પર રજૂ થયેલી નોન NA અને NA પ્રકારની અરજીઓની વર્તમાન સ્થિતિ જાણી શકાય અને કામગીરી વધુ સરળ બને તે માટે કલેક્ટર કચેરી દ્વારા વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. હવેથી સબમિટ થયેલી ઓનલાઈન અરજીઓનું ડિજિટલ ટ્રેકિંગ કરવામાં આવશે. જેનાથી અરજી કયા ટેબલ કે અધિકારી પાસે અટકેલી પડી છે. તેનું લાઈવ સ્ટેટસ જાણી શકાશે.

બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણય

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમાં જમીન તકરારી કેસોમાં પ્રાંત અધિકારીઓ દ્વારા કરાતી સ્થળ તપાસ અને કાયદાકીય અભિપ્રાય આપવાની કામગીરી માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવશે, જે ફાઈલો 6 મહિનાથી પેન્ડિંગ છે. તે અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી સ્પષ્ટપણે ખુલાસો માંગવામાં આવશે.

અરજદારોને મળશે મોટી રાહગ

કેસની સુનાવણીમાં કયા દસ્તાવેજો ખૂટે છે. તેની જાણકારી અરજદારને નોટિસ, એસએમએસ અથવા ઈમેલ દ્વારા અપાશે. આ નવા સુધારા અને ઝડપી પ્રક્રિયાને કારણે અમદાવાદ જિલ્લાના હજારો અરજદારોને જમીન મહેસૂલ સંબંધિત કામગીરીમાં મોટી રાહત મળશે અને સરકારી કચેરીઓના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે.