Ahmedabad: આજે રામનવમીના પાવન પર્વે દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમદાવાદમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ શોભાયાત્રામાં વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખી અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રામનવમી નિમિત્તે આજે પ્રેમ દરવાજા સ્થિત સરયુ મંદિરથી ભગવાન રામની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. જ્યાંથી આ શોભાયાત્રા દરિયાપુર, વાડીગામ, દિલ્હી ચકલા, રેંટિયાવાડી, નાગોરીવાડ, હલીમની ખડકી, શાહપુર દરવાજા, લાલાકાકા હોલ, ધોબીઘાટ ચાર રસ્તા, માધુપુરા પોલીસ સ્ટેશન, મહેંદીકૂવા ચાર રસ્તા સુધીનો 7 કિલોમીટરનો નિયત રૂટ પર ફરીને દિલ્હી દરવાજા સ્થિત અડવાણી માર્કેટની બહાર આવેલા શ્રીરામજી મંદિરે પૂર્ણાહુતી થઈ હતી.
Vastu Tips: આ દિશામાં સાત દોડતા ઘોડાની તસવીર લગાવી જુઓ, ઘરમાં સુખ-સમૃદ્ધિ ચુંબકની માફક ખેંચાઈને આવશે
આ શોભાયાત્રામાં નાના-નાના બાળકોએ ભગવાન ગણેશ, શિવ, રામ-લક્ષ્મણ અને સીતા માતાની વેશભૂશા ધારણ કરીને જોડાયા હતા. તેમજ શોભાયાત્રામાં 7 જેટલા અખાડા, 15 ટ્રેક્ટર, 12 ઊંટ લારી પણ જોડાયા હતા.
શોભાયાત્રામાં અખાડામાં મહિલાઓના અવનવા કરતબ તેમજ તાજેતરમાં જ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવેલ સમાન નાગરિક સંહિતા ધારાને સમર્થન આપતો ટેબ્લોએ સૌ કોઈનું ધ્ચાન ખેંચ્યું હતુ. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તેમજ શોભાયાત્રાનો રુટ 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ સાથે જ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ના ઘટે તે માટે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
