અમદાવાદ: બોપલ-ઘુમામાં નિવૃત્ત મહિલા પ્રોફેસર 17 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’: સાયબર ઠગોએ રુ. 54.60 લાખ પડાવ્યા

અમદાવાદના બોપલ-ઘુમામાં 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ઠગોએ 17 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી ₹54.60 લાખ પડાવ્યા. TRAI અને મુંબઈ પોલીસના નામે થયેલી આ ઠગાઈ અંગે બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 27 Aug 2026 03:51 PM (IST)Updated: Thu, 27 Aug 2026 03:51 PM (IST)
ahmedabad-bopal-ghuma-retired-female-professor-digital-arrest-cyber-fraud-54-lakh-rupees

Ahmedabad Cyber Fraud: અમદાવાદ શહેરનાં બોપલ-ઘુમાં વિસ્તારમાંથી સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર અપરાધીઓએ TRAI અને મુંબઇ પોલીસના અધિકારી બનીને 17 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી રુ.54.60 લાખની મતા પડાવી લીધી છે. આ ઘટના બાદ મહિલા પ્રોફેસરે બોપલ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.

મહિલા પ્રોફેસરને ડિજિટલ એરેસ્ટ કર્યા

મળતી માહિતી મુજબ, શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નિવૃત્ત મહિલા પ્રોફેસરને 3 ઓગસ્ટના રોજ સાયબર અપરાધીઓએ TRAIના નકલી અધિકારીઓના નામે પોન કર્યો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ પ્રોફેસરને બે દિવસ બાદ ફરી ફોન કરીને ડરાવતા કહ્યું કે, તમે મુંબઈથી લીધેલા સીમકાર્ડનો ગેરઉપયોગ થયો છે. આ નંબર પરથી અશ્લીલ ફોટો મોકલાયા છે આમ આરોપીઓએ મહિલા પ્રોફેસરને ડરાવીને ફરિયાદનું લિસ્ટ બતાવવા માટે વીડિયો કોલ કર્યો હતો.

મહિલાનું આધારકાર્ડનો નંબર આરોપીઓ પાસે હતો

મહિલા પ્રોફેસરે આરોપીઓને સાીમકાર્ડ ન ખરીદ્યા હોવાનું જણાવીને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરી હોવાનું કહીને આરોપીઓએ મહિલા પ્રોફેસરને વીડિયો કોલમાં એક આધારકાર્ડ બતાવ્યું હતું. આ આધારકાર્ડની અંદર મહિલાના આધારકાર્ડનો નંબર હતો.

ગઠિયાઓએ મહિલા પાસે શપથપત્ર લખાવ્યો

આટલેથી ન અટકતા આરોપીઓએ નરેશ ગોયલના બહુચર્ચિત મની લોન્ડરિંગ કેસમાં મહિલાનું નામ જોડાયેલું હોવાનો ખોટો આક્ષેપ મૂક્યો હતો. ઉપરાંત સાયબર ફ્રોડ મામલે આરોપીઓએ આ કૌભાંડમાં મહિલાના નંબરનો ઉપયોગ હોવાનો આરોપ મૂકીને શપથ પત્ર લખાવ્યો હતો ઠગોએ આ દરમિયાન મહિલા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું. એમ કરીને કુલ 54 લાખથી વધુની રકમ હડપી લીધી હતી. 

મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ

ગઠિયાઓ તરફથી સંપર્ક કપાતા અને વોટ્સએપ ડેટા આપોઆપ ડિલીટ થઈ જતાં મહિલાએ પોતાની સાથે ઠગાઇ થયા હોવાનો અહેસાસ થયો હતો, આથી મહિલાએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ શરુ કરી છે.