અમદાવાદના બાઈકચાલકો સાવધાન! ટ્રાફિક જામ વચ્ચે કલાકો સુધી બાઈક ચલાવવું ભારે પડી શકે, આ ગંભીર સમસ્યાઓ થઈ શકે?

અમદાવાદ શહેરમાં મુખ્ય માર્ગો પર દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. વાહનચાલકો કલાકો ટ્રાફિકમાં ફસાઈ રહેતા હોય છે. જેના લીધે ઘણી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 09:53 AM (IST)Updated: Wed, 30 Sep 2026 09:53 AM (IST)
ahmedabad-bike-riders-traffic-jam-health-problems

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મુખ્ય માર્ગો પર દરરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. વાહનચાલકો કલાકો ટ્રાફિકમાં ફસાઈ રહેતા હોય છે. જેના લીધે ઘણીવાર લોકોને કમર અને ગરદનમાં દર્દની સમસ્યાઓ રહેતી હોય છે. લાંબા સમય સુધી ટુ વ્હીલર ચલાવતા લોકોને શરીર પર વધારે પડતાં ભારના સ્વાસ્થ્ય પર અસર પડે છે. અમદાવાદ મોબિલીટી ડિકોડેડ વિથ ડેટા પ્રમાણે, અમદાવાદ શહેરમાં રોડ 1.62 કરોડ ટ્રીપ્સ થાય છે. જેમાંથી 32 ટકા જેટલી ટ્રીપ્સ ટુ-વ્હીલર વાહનોના લીધે થાય છે.

વાહનચાલકોમાં શારીરિક તકલીફ વધી

દરરોજ સરેરાશ 11 કિલોમીટર ટુ વ્હીલર ચલાવતા અને વ્યસ્ત ટ્રાફિકમાં 30 મિનિટથી વધારે સમય પસાર કરતા વાહનચાલકોમાં કમર, ગરદન અને કરોડરજ્જુની સમસ્યાઓમાં ઝડપથી વધારો થયો છે. કારની સરખામણીમાં ટુ-વ્હીલર પર બેકરેસ્ટ કે શરીરને ટેકો અપાતી સીટ હોતી નથી. આ કારણે સ્નાયુઓ પર તાણ અને આગળ નમીને વાહન ચલાવવાથી મસ્ક્યુલોસ્કેલેટલ સમસ્યાઓ થાય છે. તેમજ પીક અવર્સમાં વારંવાર પગ ટેકવવા અને હેન્ડલ પર મજબૂત પકડ રાખવાના લીધે કાંડા, ખભા અને ગરદનના સ્નાયુઓ ખેંચાય છે.

શરીર પર શું અસર પડે?

સિનિયર ઓર્થોપેડિક સર્જન ડો. એમ. એમ પ્રભાકરના જણાવ્યા પ્રમાણે, રોડ પર ખાડા-ટેકરા અને સ્પીડબ્રેકરના આંચકાની સીધી અસર કરોડરજ્જુ પર પડે છે.આનાથી સ્નાયુઓમાં ખેંચાણ, ગળાનો દુખાવો અને મણકાની ગાદી ખસી જવાની ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત, અકસ્માત કે પડવાથી ફ્રેક્ચર અથવા માથામાં ગંભીર ઈજાનું જોખમ રહે છે.

વાહનનો પ્રકાર મોડલ શેર (%) સરેરાશ મુસાફરી (કિ.મી.)
ટુ-વ્હીલર્સ 32% 11.0 કિ.મી.
ચાલવું 28% 1.4 કિ.મી.
બસ 12% 11.0 કિ.મી.
રિક્ષા 9% 6.9 કિ.મી.
ખાનગી કાર 8% 13.7 કિ.મી.
સાયકલિંગ 6% 4.1 કિ.મી.
મેટ્રો રેલ 3% 16.5 કિ.મી.
BRTS 2% 16.5 કિ.મી.