ભાટ, કોટેશ્વર અને મોટેરાના વાહનચાલકોને મળશે મોટી રાહત! 15 દિવસમાં તૈયાર થશે નવો યુ-ટર્ન

અમદાવાદમાં ઇન્દિરા બ્રિજ નજીક ભાટ કોટેશ્વર ચાર રસ્તા પર વાહનચાલકોની મુશ્કેલી દૂર કરવા કેપ્સુલ ડિઝાઇન મુજબ કામગીરી શરૂ કરાઈ છે. આગામી 15 દિવસમાં 300 મીટરના યુ-ટર્ન તૈયાર થવાથી ભાટ, કોટેશ્વર અને મોટેરા વિસ્તારમાં ટ્રાફિક સરળ બનશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 27 Nov 2026 04:32 PM (IST)Updated: Fri, 27 Nov 2026 04:32 PM (IST)
ahmedabad-bhat-koteshwar-uturn-to-ease-traffic-in-15-days

Ahmedabad traffic relief: ઈન્દિરા બ્રિજ નજીકના ભાટ કોટેશ્વર મુખ્ય ચાર રસ્તાનું જંકશન બંધ થવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી દૂર કરવા તંત્ર દ્વારા કેપ્સુલ ડિઝાઈન મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ મકાન વિભાગ ગાંધીનગર દ્વારા બંને દિશામાં વધારાની લેન તૈયાર કરીને 300 મીટરના યુ ટર્ન બનાવવાની પ્રક્રિયા શરુ કરાઈ છે. જે આગામી 15 દિવસમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

15 દિવસમાં 300 મીટર યુ ટર્નથી ટ્રાફિક સરળ બનશે

અમદાવાદ શહેરથી ગાંધીનગર તરફ જતાં લાખો વાહનતાલકોને ટ્રાફિકનું નડતર ન નડે તે માટે હાલના તબક્કે બંને તરફ રસ્તા પર એક એક લેન ઉમેરી દઈને રસ્તો પહોળો કરવાનું કામકાજ ચાલી રહ્યું છે. આ કામગીરી પૂરી થઈ ગયા પછી બંને તરફ 300 મીટરના અંતરે નવા યુ-ટર્ન બનાવાશે, જેનાથી 15 દિવસમાં ભાટ, કોટેશ્વર અને મોટેરા વિસ્તારમાં વાહનચાલકોનો પ્રવાસ વધુ સુગમ બનશે

લાંબા ફેરાની રજૂઆત બાદ તંત્રનો નિર્ણય

ભાટ ચાર રસ્તાનું જંક્શન બંધ રહેતા એરપોર્ટ તરફ જતાં મોટેરા-કોટેશ્વરના વાહનચાલકોને 1 કિમી દૂર કેબલ બ્રિજ નીચેથી ફરીને જવુ પડતું હતું. બીજી તરફ ભાટ અને ગાંધીનગર તરફથી આવતા લોકોને ઇન્દિરા બ્રિજ નીચેથી 2 કિમીનો ચક્કર મારવો પડતો હતો. સ્થાનિકો દ્વારા આ હાલાકી અંગે નેતાઓ અને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હતી, જેના પગલે જંક્શન ફરી ખોલવાને બદલે કેપ્સુલ ડિઝાઈન અપનાવવાનું નક્કી કરાયું છે.