અમદાવાદમાં બેચલર્સને ભાડે મકાન નહીં આપવાના સોસાયટીના નિયમને મોટો ઝટકો, લવાદ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

અમદાવાદમાં બેચલર્સ માટે મોટા સમાચાર. લવાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સોસાયટી અપરિણીત યુવક-યુવતીને મકાન ભાડે આપતા મકાનમાલિકને રોકી નહીં શકે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 08:07 AM (IST)Updated: Wed, 30 Sep 2026 08:07 AM (IST)
ahmedabad-bachelors-rent-society-cannot-stop-landlord-arbitration-court

Ahmedabad News: અમદાવાદ શહેરમાં કુંવારા યુવક અને યુવતીઓને ભાડે મકાન કે પીજી આપવા માટે સોસાયટીઓ દ્વારા લાદવામાં આવતા પ્રતિબંધો અંગે લવાદ કોર્ટે (બોર્ડ ઓફ નોમિનીઝ) એક મહત્વપૂર્ણ અને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, મકાનમાલિક પોતાની મિલ્કત અપરિણીત વ્યક્તિઓને ભાડે આપી શકે છે કે પીજી તરીકે રાખી શકે છે

ઠરાવમાં શું કહેવામાં આવ્યું?

એક મહિલા ફ્લેટધારકની અરજી પર આર્બિટ્રેશને ચુકાદો આપ્યો કે, બેચલર્સ લોકોને ભાડે મકાન ન આપવું કે તેમને તાત્કાલિક મકાન ખાલી કરાવવું એ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે. સોસાયટીના રહીશો અથા મેનેજમેન્ટ લિવ એન્ડ લાઈસન્સ કરાર હેઠળ ભાડે આપેલી મિલ્કતને માત્ર પીજી કે હોસ્ટેલ ગણાવીને મકાનમાલિકના મૂળભૂત અધિકારો પર તરાપ મારી શકે નહી. બોર્ડ ઓફ નોમિનીઝે આવી સોસાયટીઓના ગેરવાજબી ઠરાવ પર વચગાળાનો સ્ટે આપ્યો છે.

શું હતો સમગ્ર કેસ

વર્ષ 2025માં એક કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીએ પોતાની સામાન્ય સભામાં સોસાયટીની અંદર અપરિણીત વ્યક્તિઓને ફ્લેટ ભાડે આપવા પર પૂરો પ્રતિબંધ લાદી દેતો ઠરાવ પસાર કર્યો હતો. આ નિર્ણયથી નારાજ થઈને એક ફ્લેટધારકે સોસાયટીના આ ઠરાવ સામે લવાદ કોર્ટમાં કાનૂની પડકાર ફેક્યો હતો. જેમાં કોર્ટે સોસાયટીના ઠરાવને ગેરવાજબી ઠેરવ્યો છે.

પીજીમાં કેટલા લોકો રહે છે?

અમદાવાદ શહેરના ઘણા મહત્વના અને મોટા ગણાતા વિસ્તારો જેવા કે, ગુરુકુલ, નવરંગપુરા, સાયન્સ સિટી, બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, થલતેજ, પાલડી અને સીજી રોડ પર ભણતાં અને નોકરી કરતાં અંદાજે દોઢથી બે લાખ લોકો પીજી કે ભાડાના મકાનમાં રહે છે.