અમદાવાદીઓ માટે મોટા સમાચાર: AMC કરવા જઈ રહી છે પાર્કિંગ ચાર્જમાં સીધો 4 ગણો વધારો!

અમદાવાદ મનપા દ્વારા પાર્કિંગ દરોમાં ધરખમ વધારાની દરખાસ્ત. કાર અને ટુ-વ્હીલરના પાર્કિંગ ચાર્જ 4 ગણા સુધી વધી શકે છે. જાણો તમારા ઝોનમાં કેટલો ચૂકવવો પડશે ચાર્જ

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 11 Oct 2026 10:20 AM (IST)Updated: Sun, 11 Oct 2026 10:20 AM (IST)
ahmedabad-amc-parking-charge-hike-proposal-car-two-wheeler-new-rates-street-side-parking

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો લાવવા અને વાહનોના પાર્કિંગનું આયોજન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ ચાર્જમાં વધારો કરવાનો મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે. વર્ષ 2015-2016 પછી પહેલી વાર પાર્કિંગના દરોમાં ધરખમ ફેરફાર કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આ નવી દરખાસ્ત પ્રમાણે, પાર્કિંગનો ઝોન, વાહનોના પ્રકાર, સ્ટેન્ડ અને ટ્રાફિકની ગીચતાને આધારે નવા દર નક્કી કરાયા છે. પાર્કિંગ ચાર્જમાં વધારો થવાથી વાહનચાલકોના ખિસ્સા પરનું ભારણ વધશે.

મનપાની નવી દરખાસ્ત પ્રમાણે સ્ટ્રીટ સાઈડ પાર્કિંગમાં ચાર્જ સીધો બમણાથી ચારગણો થશે. હાલમાં અમદાવાદ શહેરમાં પહેલા કલાકના કાર માટે રુ.15 અને ટુ-વ્હીલર માટે રુ.5નો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે. પરંતુ નવી દરખાસ્ત અમલી બનશે. તો પાર્કિંગના ચાર્જમાં વધારો થશે. ટુ-વ્હીલરનો ચાર્જ 5થી વધારીને સીધો રુ.20 કરવામાં આવશે, તેમજ કારનો ચાર્જ પણ રુ.15થી વધારીને 40 કરવામાં આવશે.

ઝોન પ્રમાણે પાર્કિંગ ચાર્જની નવી સિસ્ટમ

અમદાવાદ શહેરમાં ઝોનવાઈઝ પ્રમાણે પાર્કંગ ચાર્જની નવી દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તમાં અંડરગ્રાઉન્ડ અને ઓફસ્ટ્રીટ પાર્કિંગમાં પણ ટુ વ્હીલરના પ્રથમ કલાકમાં રુ,10, થ્રી વ્હીલર માટે 15, કાર માટે રુ. 20, મિડિયમ કોમર્શિયલ વાહનો મટે રુ.70 અને લાઈટ કોમર્શિયલ વાહનો માટે રુ.50, હેવી કોમર્શિયલ વાહનો માટે રુ.100નો દર નક્કી કરાયો છે.

પાર્કિંગ માટે ખિસ્સા પર બોજો વધશે

અન્ય ઝોન જેવા કે, મધ્ય, પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમમાં ટુ વ્હીલર વાહનો માટે 10 અને ફોર વ્હીલર માટે રુ.20નો નવો ચાર્જ રાખવાની ભલામણ કરવામાં આવી છે. જ્યારે હાઇ ટ્રાફિક અને પોશ ઝોનમાં આ ઝોનમાં ટુ-વ્હીલર માટે રૂ. 10 અને કાર માટે રૂ. 20નો દર રાખવાની દરખાસ્તમાં ઉલ્લેખિત કરાઇ છે. જો આ દરખાસ્ત મંજૂર થશે તો અમદાવાદીઓએ પોતાના રોકાણના સમય અને સ્થળ મુજબ પાર્કિંગ માટે વધુ ખર્ચ કરવો પડશે.