Ahmedabad: એરપોર્ટના કસ્ટમ વિભાગે ડ્રગ્સ માફિયાના મનસુબા પર પાણી ફેરવ્યું, મલેશિયાથી રૂ. 30 કરોડનું હેરોઈન લઈને આવેલો પેડલર ઝડપાયો

એર એશિયાની ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ વિભાગે આંતરી સામાન ચેક કરતાં હર્બલ સાબુની આડમાં સંતાડેલ 6.8 કિલો હેરોઈન મળ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 10 Feb 2026 07:24 PM (IST)Updated: Tue, 10 Feb 2026 07:24 PM (IST)
ahmedabad-airport-drug-bust-passenger-caught-with-rs-30-crore-heroin-hidden-in-herbal-soap
HIGHLIGHTS
  • એક્સ-રે સ્ક્રીનિંગથી બચવા હેરોઈનની ઉપર કાર્બન પેપર અને ચાંદીનો વરખ લપેટ્યો હતો

Ahmedabad: અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે રૂ. 30 કરોડથી વધુ કિંમતના 6.8 કિલો હેરોઈનના જથ્થા સાથે એક મુસાફરને ઝડપી પાડ્યો છે. આ ડ્રગ પેડલર મલેશિયાના કુઆલાલંપુરથી હેરોઈનને હર્બલ સાબુના અલગ-અલગ પેકેટમાં છુપાવીને ભારતમાં લઈને આવ્યો હતો.

હકીકતમાં ગઈકાલે એર એશિયાની ફ્લાઈટ (AK-91) મારફતે મલેશિયાના કુઆલાલંપુરથી એક મુસાફર અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. જો કે મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીએ તેને અટકાવ્યો હતો.

આ મુસાફરનો લગેજ ચેક કરતાં તેના સામાનમાં 29 જેટલા હર્બલ સાબુના પેકેટ મળી આવ્યા હતા. આ સાબુના બારની આડમાં 6.8 કિલો હેરોઈન સંતાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેની અંદાજિત કિંમત 30 કરોડની આસપાસ થવા જાય છે.

Chhota Udepur: નાની ઉંમરમાં મોટી સિદ્ધિ, 7 વર્ષની બાળકીએ 21 કિ.મી. મેરેથોન માત્ર 3 કલાક 25 મિનિટમાં પૂર્ણ કરી કિર્તિમાન રચ્યો

એક્સ-રે મશીનથી બચવા માટે હેરોઈન પર ચાંદીનો વરખ લપેટીને લાવ્યો
આ હેરોઈન એરપોર્ટ પરના એક્સ રે મશીનના સ્ક્રીનિંગમાં ના પકડાય તે માટે તેના પર ચાંદીનો વરખ તેમજ કાર્બન પેપર લટેલી લીધા હતા. જો કે કસ્ટમના અધિકારીઓએ પેડલરના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતુ.

પેડલરને ફેરા દીઠ 30 હજાર ચૂકવવામાં આવ્યા
કસ્ટમના અધિકારીઓની પૂછપરછમાં એરપોર્ટ પરથી ઝડપાયેલ પેડલર ચેન્નાઈનો વતની હોવાનું સામે આવ્યું છે. આ હેરોઈન મલેશિયાથી ભારતમાં લાવવા માટે તેને 30 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

અમદાવાર એરપોર્ટ પર ઉતરીને આ જથ્થો કરિયરને આપવાનો હતો. જો કે યુવક કસ્ટમના હાથે ઝડપાઈ જતાં કરિયરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે. હાલ તો કસ્ટમ વિભાગે પેડલર અને કરિયર બન્નેના કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) મંગાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.