અમદાવાદ એરપોર્ટ પર ટ્રોલી બેગમાંથી રૂ. 13 કરોડનો હાઈડ્રોપોનિક્સ ગાંજો પકડાયો, બેંગકોકથી આવેલા બે મુસાફરોની ધરપકડ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા બે મુસાફરો પાસેથી 13.012 કિલોગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત આશરે 13 કરોડ રૂપિયા આંકવામાં આવી છે, તે ગાંજા સાથે બંનેની ધરપકડ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Nov 2026 11:27 PM (IST)Updated: Sun, 01 Nov 2026 11:27 PM (IST)
ahmedabad-airport-drug-bust-hydroponic-ganja-worth-rs-13-crore-seized-from-trolley-bags-two-arrested

Ahmedabad: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ની ટીમને મોટી સફળતા મળી છે. જેમાં બેંગકોગથી આવેલા બે મુસાફરોની બેગમાંથી 13.012 કિલોગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે.

હકીકતમાં કસ્ટમ વિભાગને મળેલા ઈનપુટના આધારે વિદેશથી આવતા શંકાસ્પદ મુસાફરોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન થાઈ એરવેઝની ફ્લાઈટમાં બેંગકોકથી બે મુસાફરો અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ બન્ને મુસાફરોની હીલચાલ શંકાસ્પદ જણાતા AIUના અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા.

બન્ને મુસાફરોની ટ્રોલી બેગને એક્સ-રે સ્કેનિંગ કરતા અંદર શંકાસ્દ પદાર્થ હોવાનું જણાઈ આવ્યું હતુ. જેથી અધિકારીઓએ બન્ને ટ્રોલી બેગને ખોલીને અંદર તપાસ કરતાં તેમાં વેક્યુમ-સીલબંધ 14 પેકેટ મળી આવ્યા હતા.

કસ્ટમ વિભાગના અધિકારીઓએ પેકેટમાં મળેલા પદાર્થને ડ્રગ્સ ડિટેક્શન કિટ દ્વારા ખારાઈ કરતા તે હાઈડ્રોપોનિક્સ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ અંદાજે 13 કરોડ રૂપિયાની કિંમતનો 13.012 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. આ સાથે જ NDPS એક્ટની કલમો હેઠળ બન્ને મુસાફરોની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.