અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર: Ola-Uber કેબ માટે રુ. 50નો નવો ચાર્જ લાગુ, જાણો પાર્કિંગના બદલાયેલા નિયમો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર Ola, Uber અને તમામ કેબ માટે ₹50નો એક્સેસ ચાર્જ લાગુ કરાયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 09:35 AM (IST)Updated: Fri, 02 Oct 2026 09:35 AM (IST)
ahmedabad-airport-cab-drop-off-charge-ola-uber-parking-rules-revised

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મુસાફરી કરતાં લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોમર્શિયલ વાહનો માટે એરપોર્ટ એક્સેસ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. જેને લીધે હવે કેબ દ્વારા એરપોર્ટ પર પહોચવું વધુ મોંઘુ બની જશે.

રુ.50નો વધારાનો ચાર્જ ઝીંકાયો

નવા નિયમ પ્રમાણે, ઉબેર, ઓલા, રેપિડો અને તમામ પીળી નંબર પ્લેટ ધરાવતા વાહનો માટે રુ.50નો ડ્રોપ ઓફ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. હાલમાં એક્સેસ ચાર્જ કેબ બુકિંગ એપમાં સીધો ઇન્ટિગ્રેટેડ ન હોવાથી ડ્રાઈવરો ગ્રાહકો પાસેથી રોકડા કે અલગથી નાણા વસૂલી રહ્યા છે. જોકે, આગામી બે દિવસમાં આ ચાર્જ સીધો કેબ એપના ફેરમાં ઉમેરાઈ જશે,

હજારો મુસાફરોને પડશે અસર

અમદાવાદ એરપોર્ટ પર દરરોજ સરેરાશ 2 હજારથી 3 હજાર ટેક્સીઓ પેસેન્જરોને મુકવા આવે છે. આંકડા પ્રમાણે, દર સેકન્ડે 30થી 45 સેકન્ડ એક ટેક્સી એરપોર્ટ પર આવે છે. જેથી આ નિર્ણયની અસર રોજના હજારો મુસાફરોને પડશે.

પિક ચાર્જમાં મોટો ફેરફાર કરાયો

એરપોર્ટ પરથી પેસેન્જર પિક અપ કરવા માટેના પાર્કિંગ અને સમય મર્યાદાના સ્લેબમાં પણ મહત્વનો સુધારો કરાયો છે. વાહનો માટે પહેલા આઠ મિનિટનો સમય સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. જ્યારે અગાઉથી આઠથી વીસ મિનિટ માટે રુ.100 અને 20થી 30 મિનિટ માટે રુ.150 લેવાતા હતા. હવે રુ.100નો સ્લેબ રદ કરી દેવાયો છે. નવા ચાર્જ પ્રમાણે હવે આઠ મિનિટ પછી 30 મિનિટ રોકાવા બદલ રુ.150નો ચાર્જ ચૂકવવો પડશે.