Ahmedabad Air Quality Today : અમદાવાદમાં વાયુ પ્રદૂષણ વધ્યું, 166 AQI નોંધાયો, રખિયાલ અને નવરંગપુરામાં હવા ઝેરી બની

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 10 Nov 2023 06:29 PM (IST)Updated: Fri 10 Nov 2023 06:30 PM (IST)
ahmedabad-air-pollution-forecast-today-10-november-2023-know-real-time-ahmedabad-air-quality-index-latest-aqi-166-air-pollution-level-in-ahmedabad-230655

Ahmedabad Air Quality Forecast Today: અમદાવાદમાં ઠંડીની શરૂઆત થઇ રહી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને રખિયાલ, નવરંગપુરા અને પિરાણામાં હવાનું પ્રદૂષણ અન્ય વિસ્તારો કરતા ખૂબજ વધારે છે અને ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે. નવરંગપુરામાં 249 એર ક્વોલિટી એન્ડેક્સ આજે સાંજે 6 વાગ્યાની આસપાસ નોંધાયો છે. જ્યારે રખિયાલમાં અત્યંત પ્રદૂષિત છે, જાણે કે અહીંની હવા ઝેરી બની હોય તેમ 313 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. જે બીમાર નાગરિકો જ નહીં પરંતુ સ્વસ્થ નાગરિકો માટે પણ ખૂબજ જોખમી માનવામાં આવે છે. અમદાવાદનો ઓવરઓલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 166 નોંધાયો છે.

અમદાવાદના કયા વિસ્તારમાં કેવી છે સ્થિતિ
સાંજે 6.30 વાગ્યા પછીની સ્થિતિએ અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોઇએ તો 166 AQI છે એટલે કે મધ્યમ અને સ્વાસ્થ્ય માટે ઓછી જોખમી છે. શહેરમાં વિસ્તાર પ્રમાણે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોઇએ તો નવરંગપુરામાં 249 AQI , પિરાણામાં 195, રખિયાલમાં 313, રાયખડમાં 113, ચાંદખેડામાં 182, બોપલમાં 123, સેટેલાઇટમાં 126, એરપોર્ટ વિસ્તારમાં 115 અને ગિફ્ટ સિટીમાં 116 એર ક્વોલિટી ઇન્ડેક્સ રહ્યો છે. ઉક્ત એર ક્વોલિટી ઇન્ડેક્સ અનુસાર રાયખડ અને એરપોર્ટમાં હવા ઘણી પ્રદૂષિત છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ શકે છે.

હવા કેટલી શુદ્ધ છે એ દર્શાવતા માપદંડ
હવા શુદ્ધ છેકે પ્રદૂષિત એ સફર નામની એપ્લિકેશન અનુસાર, હવાની શુદ્ધતાનો AQI( એર ક્વોલિટી ઇન્ડેક્સ) 0-50 સુધીનો સુચકાંક સારો માનવામાં આવે છે. તેને સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. ત્યારબાદ 51-100 વચ્ચેના સુચકાંકને પણ હવાની શુદ્ધતા દર્શાવે છે, જે સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવે છે.

101-200 વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો તેને મધ્યમ માનવામાં આવે છે. જેમાં અસ્વસ્થ લોકો માટે નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ, સ્વસ્થ લોકોને કોઈ સમસ્યા થતી નથી. અસ્વસ્થ લોકોએ લાંબા સમય સુધી/ભારે શ્રમ અને ભારે આઉટડોર વર્ક ઘટાડવાનું વિચારવું જોઈએ.

201-300 વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો તેને જોખમી માનવામાં આવે છે. એટલે કે હવા પ્રદૂષિત છે અને વૃદ્ધો અને વડીલો માટે અયોગ્ય છે. તેમજ સ્વસ્થ લોકો પણ અસ્વસ્થતા અનુભવી શકે છે. આ સુચકાંક દરમિયાન હૃદય અથવા ફેફસાના રોગવાળા લોકો, વૃદ્ધ વયસ્કો અને બાળકોએ લાંબા સમય સુધી અથવા ભારે શ્રમ અને બહારની પ્રવૃત્તિ ઓછી કરવી જોઈએ.

301-400 વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો તેને વધુ જોખમી માનવામાં આવે છે. આ સુચકાંકનો અર્થ હવા વધારે પ્રદૂષિત છે અને આરોગ્ય માટે જોખમી છે. કોઇ રોગથી પીડાતી વ્યક્તિ સહિત સ્વસ્થ લોકોમાં તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને શ્વાસ લેવામાં સમસ્યા થવાની શક્યતા વધી શકે છે. આ સુચકાંક દરમિયાન દરેક વ્યક્તિએ ભારે શ્રમ ઓછો કરવો જોઈએ. હૃદય અથવા ફેફસાના રોગવાળા લોકો, વૃદ્ધ વયસ્કો અને બાળકોએ લાંબા સમય સુધી અથવા ભારે શ્રમ કરવાનું ટાળવું જોઈએ.

401-500 વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ હોય તો તેને અત્યંત જોખમી એટલે કે વાયુ પ્રદૂષણ તીવ્ર છે, ઝેરલા ગેસ જેટલી જોખમી હવા માની શકાય છે.જે શહેરમાં આ સુચકાંક હોય એ શહેર ગેસ ચેમ્બરમાં ફેરવાયું ગયું હોય તેવો અનુભવ થાય છે. જે પ્રત્યેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી અને ગંભીર ગણાય છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. આવા સમયગાળામાં દરેક વ્યક્તિએ બહારની કોઈપણ શારીરિક પ્રવૃત્તિ ટાળવી જોઈએ. હૃદય અથવા ફેફસાના રોગવાળા લોકો, વૃદ્ધ વયસ્કો અને બાળકો જરા પણ મહેનત કરતા નથી અને ઘરની અંદર રહે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.