અમદાવાદમાં હવે રસ્તા પર પાર્કિંગની ઝંઝટ થશે ઓછી! AMTS-BRTSના 12 ડેપોમાં બનશે પાર્કિંગની સુવિધા

અમદાવાદમાં વધતા વાહનોથી સર્જાતી પાર્કિંગ સમસ્યાના નિરાકરણ માટે 12 AMTS-BRTS ડેપો પર 'પે એન્ડ પાર્ક' સુવિધા શરૂ કરાશે. આ સુવિધામાં કુલ 5530 વાહનો પાર્ક થઈ શકશે, જેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે અને નિયત ચાર્જ સાથે સમય મર્યાદા રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 28 Nov 2026 09:04 AM (IST)Updated: Sat, 28 Nov 2026 09:04 AM (IST)
ahmedabad-12-depots-pay-and-park-5530-vehicles-parking-amc-tender-rules

Ahmedabad 12 Depots Pay and Park: અમદાવાદ શહેરમાં વધતી જતી વસ્તીને પગલે વાહનોની સંખ્યામાં મોટો વધારો થયો છે. તેને પગલે ટ્રાફિક તો થયા છે તેની સામે પાર્કિગની સમસ્યા થઈ છે. તેને ઉકેલવા માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરના 12 એએમટીએસ અને બીઆરટીએસ ડેપો ખાતે કુલ 5530 વાહનો પાર્ક થઈ શકે તેવી પે એન્ડ પાર્ક સુવિધા ઊભી કરવાની તૈયારી શરુ કરાઈ છે. આ માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા પાર્કિંગના કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરુ કરી દેવામાં આવી છે.

સમય, ચાર્જ અને કડક નિયમો

અમદાવાદના નોકરિયાતો અને નાગરિકો આ 12 ડેપો પર સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નિર્ધારિત ચાર્જ ચૂકવીને પોતાના વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગ વ્યવસ્થામાં શિસ્ત જળવાય તે માટે નિયત સમય સિવાય જો વાહન પ્લોટમાં રહેશે. તો કોન્ટ્રાક્ટર પાસેથી પ્રતિ કલાકદીઠ રુ.100નો દંડ વસૂલવામાં આવશે.

કયા ડેપોમાં કેટલા વાહનોની સુવિધા

વસ્ત્રાલ, મેમ્કો, નારણપુરા, ઓઢવ, મેમનગર અને રાણીપ વિસ્તારોના ડેપોમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કિંગ ક્ષમતા નક્કી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ડેપો ખાતે પે એન્ડ પાર્ક સુવિધા શરૂ થવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને રસ્તા પર પાર્કિંગની મુશ્કેલીમાંથી મોટી રાહત મળવાની અપેક્ષા છે.

ડેપો સ્થળ ટુવ્હીલર ફોરવ્હીલર
વસ્ત્રાલ ડેપો જડેશ્વર વન, ગ્લોબલ ઈન્સ્ટિ. ઓફ હેલ્થ સાયન્સ સામે 500 100
મેમ્કો ડેપો હીરાવાડી રોડ, સુપર બ્રેડના ખાંચામાં 500 80
નારણપુરા ડેપો આર્યમાન રેસિડન્સી પાસે, કર્મચારીનગર 450 100
શ્રીનાથ ડેપો નવા વાડજ, અખબારનગર પાસે 450 80
ઓઢવ ડેપો સુવાસ ઓરમ, ગોકુલનગર, આદિનાથનગર 450 80
ચંડોળા ડેપો મુસ્કાન ફાર્મ સામે, છીપાકુવા નારોલ રોડ 450 80
ધર્મનગર ડેપો સાબરમતી રેલવે સ્ટેશન સામે 350 50
આરટીઓ જીએસઆરટીસી રાણીપની સામે, આરટીઓ 350 50
ઝુંડાલ ડેપો શ્યામ સત્ય બંગ્લોઝ સામે, ચાંદખેડા 350 50
અચેર ડેપો સાબરમતી ઓએનજીસી ઓફિસ સામે 300 60
મેમનગર ડેપો હેલ્મેટ સર્કલ પાસે 250 40
રાણીપ ડેપો અર્જુન બંગ્લા પાછળ, પામ પેરેડાઈઝ પાસે 250 40